<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

નવનાત વણિક સમાજ આયોજીત સોનમ ગરબાઃ પાસ બૂકીંગનો ધમધમાટ

નવુ અને નવલુ નઝરાણું, ઝેન-ઝી માટે ખાસ પ્રીમિયમ આયોજન

રાજકોટ : નવલી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે અને ખેલૈયાઓ રાસે રમવા માટે થનગની રહ્યા છે ત્યારે  નવનાત વણિક સમાજ અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબાના પાસનું બુકિગ ચાલી રહ્યું છે અને જૈન વિઝનના અગ્રણીઓએ અજિત જૈન,ભરત દોશી,ગિરીશ મહેતા, સુનિલ કોઠારી, દિપક કોઠારી,યોગેન દોશી, મિતુલ વસા,અખિલ શાહ,નીલ મહેતા, નિરવ મહેતા,જય મહેતા, ધ્રુમિલ પારેખ, હેમલ મહેતા, પરેશ દફતરી,કેતન સંઘવી, હિતેશ દેસાઈ , દેવાંગ ખજુરિયા,મેહુલ કામદાર, દીપ રામાણી, રાજીવ ઘેલાણી હર્ષિલ શાહ,હિમાંશુ પારેખ,ડો હાર્દિક શાહ,કેતન વખારિયા, નીતિન મહેતા, કપિલ દેસાઈ, તુષાર પતિરા,પ્રતીક શાહ જતીન કોઠારી તમેજ વિશ્વ વણિક સમાજના યુવા ભાઈ-બહેનોને આ રાસોત્સવમાં જોડાઈ જવા માટે અપીલ કરી છે. આ વખતની નવરાત્રીમાં ઝેન-ઝીની ડીમાંડને ધ્યાનમાં રાખીને પ્રીમીયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

શીતલ પાર્ક ચોકડીથી આગળ, સિક્રેટ કિચન સામે આયોજીત રાસોત્સવને  સફળ બનાવવા માટે વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝનની વિશાળ ટીમ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.  આ વર્ષે ઝેન-ઝીને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ નવરાત્રી યોજાએલ છે

(2:31 PM IST)