<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સ્‍કૂલ વેનના ચાલક બે ભાઇઓ પર રાજુભાઇ ગોસ્‍વામીનો પુત્ર અને પુત્રી સાથે મળી હુમલો

૧૫૦ રીંગ રોડ મોદી સ્‍કૂલ પાછળ જ્ઞાનજીવન સોસાયટીમાં બનાવ તમને સ્‍કૂલ વેનવાળાને અહિથી નીકળવાની ના પાડી તો'ય કેમ નીકળો છો? કહી બેફામ ગાળો દઇ ઝાપટો-ઢીકાપાટુનો માર મારી ધમકી પણ દીધીઃ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ગઢવી ધવલભા ઠાકરીયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૮: ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન નજીક આવેલી મોદી સ્‍કૂલ ખાતેથી બાળકોને ઇકો ગાડીમાં બેસાડી ઘરે મુકવા જઇ રહેલા સ્‍કૂલવેન ચાલકને સ્‍કૂથી આશરે બસ્‍સો મીટર દુર આવેલી જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતાં શખ્‍સ અને તેના દિકરા-દિકરીએ મળી તમને સ્‍કૂલ વેનવાળાને અહિથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળો છો? કહી ગાળો દઇ ઝાપટો, ઢીકાપાટુનો માર મારતાં આ યુવાનનો ભાઇ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રામાપીર ચોકડી ૧૫૦ રીંગ રોડ પર રાજશક્‍તિ  સોસાયટી બ્‍લોક નં. ૨માં રહેતાં  ધવલભાઇ હરસુરભા ઠાકરીયા-ગઢવી (ઉ.વ.૩૪) નામના યુવાનની ફરિયાદ પરથી રૈયા રોડ કનૈયા ચોકમાં રહેતાં રાજુ ગોસ્‍વામી, તેનો દિકરો પપ્‍પુ ઉર્ફે વિવેકગીરી ગોસ્‍વામી અને રાજુ ગોસ્‍વામીની દિકરી મેઘાબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ધવલભા ઠાકરીયા પરિવાર સાથે રહે છે અને મોદી સ્‍કૂલ તથા સેન્‍ટમેરી સ્‍કૂલના છાત્રોને તેડવા-મુકવા માટે સ્‍કૂલવેન હંકારી ગુજરાન ચલાવે છે. ધવલભાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૮/૭ના બપોરે સાડાબારેક વાગ્‍યે હું ઇકો ગાડીમાં મોદી સ્‍કૂલ ખાતેથી વિદ્યાર્થીઓને બેસાડી તેમના ઘરે મુકવા જવા નીકળ્‍યો ત્‍યારે પોણા એક આસપાસ મોદી સ્‍કૂલથી બસ્‍સો મીટર આગળ જ્ઞાનજીવન સોસાયટી-૩ પાસે પહોંચ્‍યો ત્‍યારે રોડ પર મોદી સ્‍કૂલની એક વિદ્યાર્થીની બાજુની શેરીમાંથી સાઇકલ લઇને નીકળી ત્‍યારે મારી સ્‍કૂલવેનમાં ડ્રાઇવર સાઇડના મીરરમાં ભટાઇજતાં મેં મારી ગાડી ઉભી રાખી દીધી હતી.

આ વખતે એ છોકરીએ મને સોરી અંકલ મારી સાઇકલને બ્રેક ન લાગી એટલે હું ભટકાઇ ગઇ તેમ કહ્યું હતું અને જતી રહી હતી. તેને જરાય ઇજા પણ થઇ નહોતી. આ પછી હું મારી ઇકો ગાડી ચાલુ કરતો હતો ત્‍યાં શેરીમાંથી એક ભાઇ મોપેડ લઇને આવેલ અને મારી કાર પાસે આવી ઉભુ રાખતાં હું નીચે ઉતરતાં એ શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ-તમને સ્‍કૂલના ઇકોવાળાને આ રસ્‍તેથી નીકળવાની ના નથી પાડી, આ કોઇ મોદી સ્‍કૂલનો રોડ નથી તેમ કહી માથાકુટ કરતાં મેં તેને કહેલું કે હું છેલ્લા દસ-બાર વર્ષથી આ રસ્‍ેતથી જ ચાલુ છું. આ સાંભળી તેણે ગાળાગાળી કરી મને ઝાપટો મારી દીધી હતી. ત્‍યારે તેણે પોતાનું નામ રાજુ ગોસ્‍વામી હોવાનું કહી હવે પછી ઇકો લઇને નીકળતો નહિ તેમ કહી ધમકી દીધી હતી.

બાદમા અન્‍ય એક લાંબા વાળવાળો શખ્‍સ આવ્‍યો હતો તેણે પણ ઝઘડો કરી કહેલું કે-મારા પપ્‍પાએ તમને ઇકોવાળાને અહિથી નીકળવાની અગાઉ પણ ના પાડી હતી છતાં કેમ નીકળો છો કહી ગાળો દઇ મને ઢીકાપાટુ માર્યા  હતાં. ત્‍યાં મારા મોટા ભાઇ ચિરાગભાઇ પણ મોદી સ્‍કૂલમાં વેન ચલાવતાં હોઇ તે નીકળતાં મને જોઇ જતાં તે ઉભા રહી ગયા હતાં અને મને છોડાવ્‍યો હતો. ત્‍યાં એક બહેને આવી મારા ભાઇ ચિરાગભાઇને તમે કેમ મારા પપ્‍પા અને ભાઇ સાથે લપ કરો છો કહી માર માર્યો હતો. બાદમાં ફરીથી રાજુ ગોસ્‍વામીએ જો હવે બીજીવાર અહિથી ઇકોલ ઇને નીકળીશ તો ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી દીધી હતી. વેનમાં સ્‍કૂલના બાળકો બેઠા હોઇ મોટો ઝઘડો થાય તો ગાડીની બદનામી થાય અને વાલીઓ તેમના બાળકોને અમારી વેનમાં મોકલતાં બંધ કરી દે એ કારણે અમે ત્‍યાંથી નીકળી ગયા હતાં.

આ પછી મને જાણવા મળેલુ કે મારી સાથે ઝઘડો કરનાર રાજુ ગોસ્‍વામી સાથે તેનો દિકરો પપ્‍પુ ઉર્ફે વિવેકગીરી અને તેની દિકરી મેઘાબેન હતાં. આ લોકોને તેમની શેરીમાંથી સ્‍કૂલ વેન નીકળતી હોઇ તે ગમતું ન હોઇ તેનો ખાર રાખી મને ઝાપટો અને ઢીકાપાટુનો માર મારી તેમજ મારા ભાઇને પણ ગાળો દઇ મારકુટ કરી હતી. તેમ વધુમાં ધવલભાએ જણાવતાં એએસઆઇ વી. વી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(3:30 PM IST)