News of Saturday, 12th September 2026
સોમનાથ કા રાજા ગણેશોત્સવઃ પંડાલ આકર્ષણ જમાવશેઃ રાસગરબા, છપ્પનભોગ, મહાઆરતી
સોમનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજન રાજકોટઃ સોમનાથ યુવા ગ્રુપ દ્વારા આવનારા ગણેશ ચતુર્થીના પાવન અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે.

તા.૧૪ના સોમવારે નિર્ધારીત મુહૂર્તમાં સવારે ૧૧ થી ૨:૧૫ સુધીમાં ગણપતિ દાદાનું આગમન ઢોલ બેન્જો પાર્ટી તથા ડી.જેના તાલે વાગતે ગાજતે થવાનું છે.
દરરોજ સવારે અને સાંજે ગણપતિબાપાની પૂજા તથા આરતીમાં સોસાયટીના રહેવાસીઓ યજમાન તરીકે ભાગ લેતા હોય છે.
દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાસ ગરબા અને બાપાને છપ્પનભોગ અન્નકૂટ તથા મહાઆરતી થશે.
બાપ્પાનો પંડાલ આકર્ષણ જમાવે છે. સોસાયટીના રહેવાશી તથા સોમનાથ યુવા ગ્રુપ આ સનાતન ધર્મના મહોત્સવને છેલ્લા ૬ વર્ષથી ઉજવતુ આવ્યું હોવાનું જણાવાયું છે. તા.૨૧ના રોજ ડી.ને અને નાસિક ઢોલના તાલે રેલી યાત્રા કાઢીને ભવ્યતાથી બાપાને વિદાય આપવા આવશે.
આયોજનને સફળ બનાવવા સોમનાથ યુવા ગ્રુપના સભ્યો રચિતભાઈ રઘુવંશી, રાજભાઇ વારા, ભવયભાઇ ત્રિવેદી, શુભમભાઈ બોરીસાગર, દિપભાઈ નકુમ, માનવભાઈ નકુમ, પ્રિન્સભાઈ નળિયાપરા, નૈતિકભાઈ નળિયાપરા, ધવલભાઈ સોલંકી, જૈનિશભાઈ પાણખાણીયા, જૈનિશભાઇ બૂશા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે (મો.૭૬૨૩૮ ૩૯૯૧૦) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:29 PM IST)










