તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Sunday, 14th June 2026
રાજકોટમાં એસઓજીનો સપાટો: ૧.૪૨ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના નરેન્દ્ર પાંચાભાઈ રામોલીયાને ઝડપી લેવાયો
પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરીની રાહબરીમાં પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુની ટીમની કામગીરી: હાર્દિકસિંહ પરમાર તથા દિગ્વિજયસિંહ ગોહિલની બાતમી

રાજકોટ: શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે અને માદક પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ચાલી રહેલા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરીની રાહબરીમાં પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એસ.ઓ.જી. શાખાના પો. હેડ કોન્સ. હાર્દિકસિંહ જગતસિંહ પરમાર તથા પો. હેડ કોન્સ. દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલને એક સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે, માધાપર બેડી બાયપાસ રોડ, મારૂતી સુઝુકી સર્વિસ સ્ટેશનની પાસે, રેલનગર તરફ જવાના રસ્તે જાહેર રસ્તા પર એક ઇસમ નશાકારક ડ્રગ્સના જથ્થા સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડતા તે શખ્સ પોલીસને જોઈને ભાગવા જતા પડી ગયો હતો, જેને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સની અંગજડતી કરતા તેની પાસેથી ૪૨.૦૮ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું. એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી આ જથ્થો મેફેડ્રોન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ ૧,૩૮,૫૧૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીનું નામ નરેન્દ્ર પાંચાભાઈ રામોલીયા (ઉ.વ.૩૯, રહે. હાલ સીરામીક સીટી બ્લોક નં.૬૦૪, ત્રાજપર ચોકડીની બાજુમાં, મોરબી, મૂળ રહે. અનીડા વાછડા ગામ, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ) હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી ૧,૨૭,૨૪૦ની કિંમતનું ૪૨.૦૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ૧૦,૦૦૦ની કિંમતનો ૧ મોબાઈલ ફોન, ૨,૨૭૦ રોકડા અને આધાર કાર્ડ સહિત કુલ ૧,૩૮,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી નરેન્દ્ર રામોલીયા અગાઉ પણ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નકલી નોટો (કાઉન્ટરફીટ કરન્સી) ના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સફળ કામગીરી કરનાર ટીમમાં એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરી, પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઈ. ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, અરૂણભાઈ બાંભણીયા, પો.હેડ.કોન્સ. મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પ૨મા૨ તેમજ પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રાઈવર પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા અને ડ્રાઈવર પો.કોન્સ. નિર્મળસિંહ જયેન્દ્રસિંહ જોડાયા હતા.
(11:16 AM IST)










