<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

એસઓજીએ પુનીતનગરના નામીચા યશ ઉર્ફે હુંડીને તમંચા સાથે દબોચ્‍યો

અગાઉ મારામારી, જુગાર, દારૂ સહિત ૯ ગુનામાં સામેલઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, યશપાલસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૩: શહેર એસઓજીની ટીમે ગેરકાયદે શથીયાર સાથે પુનિતનગર વિસ્‍તારના નામચીન શખ્‍સને પિસ્‍તોલ અને ખાલી મેગ્‍ઝીન સાથે પકડી લીધો છે. અગાઉ નવ ગુનાઓમાં સામેલ આ શખ્‍સ જામનગરના શખ્‍સ પાસેથી હથીયાર લાવ્‍યાનું રટણ કરી રહ્યો છે.

દિવાળીના તહેવાર અનુસંધાને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે અંતર્ગત ગેરકાયદે હથીયારો રાખીને ફરતાં શખ્‍સોને શોધી કાઢવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એસઓજીના હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ અનઅખે કોન્‍સ. યશપાલસિંહ ઝાલાને બાદતમી મળતાં યશ ઉર્ફે હુંડી રસિકભાઇ બકરાણીયા (ઉ.વ.૨૬-રહે. વિશ્વકર્મા સોસાયટી-૯, પુનિતનગર પાણી ટાંકા સામે)ને દેશી બનાવટના તમંચો અને ખાલી મેગ્‍ઝીન સાથે પકડી લીધો હતો.

આ શખ્‍સ અગાઉ પ્ર.નગર, તાલુેકા પોલીસ, માલવીયાનગર, એ-ડિવીઝન, ભક્‍તિનગર, માલવીયાનગર સહિતના પોલીસ સ્‍ટેશનોમાં મારામારી, દારૂ, જૂગાર, તોડફોડ સહિતના ૯ ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે. પોતાને માથાકુટો ચાલતી હોઇ જામનગરના કોઇ વિશ્વરાજસિંહ પાસેથી આ હથીયાર લાવ્‍યાનું તે રટણ કરતો હોઇ સાચી હકિકત જાણવા રીમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, યશપાલસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૫)

 

(3:25 PM IST)