News of Wednesday, 11th November 2026
આટકોટ હજામ શેરીમાં ખેડૂત મનસુખભાઇ પટેલના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ રોકડા ૬૦ હજાર અને ૪૦ હજારનું મંગલ સુત્ર ચોરી ગયા
આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ ધોળે દિવસે બનાવ

રાજકોટઃ જસદણના વીરનગરમાં હજામ શેરીમાં રહેતાં ખેડુત પટેલ મનસુખભાઇ શામજીભાઇ બરવાડીયા (ઉ.વ.૫૬)ના ઘરમાં તહેવારના દિવસોમાં ચોરીનો બનાવ બનતાં આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મનસુખભાઇ પટેલ તા. ૯/૧૧ના સવારે સાતથી સાંજના પોણા સાત સુધી બહાર હોઇ તેમનું ઘર બંધ હતું. એ દરમિયાન તસ્કરોએ કોઇપણ સમયે ઘરમાં ઘુસી અંદરથી ચાવી શોધી તાળા ખોલી કબાટની તીજોરીનો લોક તોડી અંદરથી રૂા. ૬૫ હજાર રોકડા, સોનાનુ મંગલસુત્ર રૂા. ૪૦ હજારનું મળી કુલ રૂા. ૧,૦૫,૦૦૦ની માલમત્તાની ચોરી કરી લીધી હતી. બનાવની જાણ થતાં આટકોટ પીએસઆઇ એમ. બી. બરૈયાએ તપાસ હાથ ધરી છે.
(12:21 PM IST)










