તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કોઠારીયા રોલેક્સ રોડ પર બે જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં તસ્કરણીઓ ત્રાટકીઃ દાગીનાની ચોરી
કાર્તિકભાઇ વઘાસીયાની દુકાનમાંથી ત્રણ મહિલા ૫૫ હજારનો ચેઇન ચોરી ગઇ, ચિરાગભાઇ રામાણીની દુકાનમાંથી એક દાણો ખરીદ કર્યો સાથે ૮૮૨૯૨ના બીજા દાગીના ચોરી ગઇઃ ફુટેજને આધારે આજીડેમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૪: તહેવારના દિવસોમાં દુકાનોમાં ઘણીવાર ગ્રાહકોના સ્વાંગમાં ચોર કે ચોરટીઓ આવી જતી હોય છે અને હાથફેરો કરી જતી હોય છે. ચોરીની આવી બે ઘટના કોઠારીયા રોલેક્સ રોડ પર આવેલી બે અલગ-અલગ જ્વેલર્સની દુકાનામાં બની છે. જેમાં અજાણીસ્ત્રીઓ ગ્રાહક બનીને આવી હતી અને દાગીના જોવાના બહાને નજર ચુકવી એક દુકાનમાંથી ૫૫ હજારનો ચેઇન અને બીજી દુકાનમાંથી ૮૮૨૮૨ના સોનાના દાણા, બુટી, બાલી ચોરી ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.
ચોરીના પહેલા બનાવમાં કોઠારીયા લી્જજ પાપડની ફેક્ટરી પાછળ તપ્સી હોટલ સામે રહેતા અને રોલેક્સ રોડ પર લીલાવતી કોમ્યુનિટી હોલની સામ વેરાઇ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા કાર્તિકભાઈ રાજેશભાઈ વઘાસીયા (ઉ.વ.૨૬)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૯/૧૦ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેમની દુકાને ત્રણ અજાણીસ્ત્રી દાગીના ખરીદવાના બહાને આવી હતી.
આ મહિલાઓએ લેડીઝ રીંગ, નાકની બાલી અને લેડીઝ ચેઈન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી વેપારીએ દુકાનમાં ઉપલબ્ધ અલગ-અલગ વસ્તુઓ તેમને બતાવી હતી.
પણ દાગીના પસંદ ન આવતા ત્રણેય મહિલા જતી રહી હતી. ત્યારબાદ વેપારીએ વસ્તુઓ ચકાસીને પરત મૂકતી વખતે જોયું તો ગળામાં પહેરવાની એક લેડીઝ ચેઈન ગાયબ હતું. આ ૪ ગ્રામ વજનના સોનાના લેડીઝ ચેઈનની કિંમત આશરે રૂ. ૫૫,૦૦૦ હતી. દુકાનના સી.સી.ટી.વી. કેમેરા ચકરાસ કરતા ખરીદી કરવા આવેલી અજાણીસ્ત્રીઓમાંથી એકસ્ત્રી નજર ચૂકવીને આ ચેઈન ચોરી ગઈ હોવાનું જોવા મળ્યું હતું.
બીજા બનાવની વિગત મુજબ, કોઠારીયા આસોપાલવ સોસાયટી શેરી નં. ૧માં ભાડેથી રહેતા અને મુળ બાબરાના વાવડા ગામના વતની તથા રોલેક્સ રોડ પર સુરભી વોસીબલ એક્સીસ બેંકની સામે દેવ જ્વેલર્સ નામે ભાગીદારીમાં દુકાન ચલાવતાં ચિરાગભાઇ વલ્લભભાઇ રામાણી (ઉ.વ.૩૨)એ ફરિયાદ નોંધાવી છે. ગત ૩/૮ના રોજ સાંજના પોણા છ વાગ્યાના અરસામાં તેમની દુકાને સોનાની વસ્તુઓની ખરીદી માટે બે અજાણીસ્ત્રીઓ આવી હતી. તેઓએ નાકમાં પહેરવાની ચુંક-બાલી અને કાનામાં પહેરવાની બુટી માંગતા વેપારીએ વિવિધ વસ્તુઓ બતાવી હતી. તેમાંથી નાનો દાણો ખરીદીને બાકીની વસ્તુઓ પસંદ ન હોવાનું કહી તેઓ પરત ગયા હતા.
બાદમાં સ્ટોક ચકાસતા નાકમાં પહેરવાના દાણા અને કાન-નાનમાં પહેરવાની બાલી તથા બુટીની બે જોડી ઓછી હોવાનું જણાયું હતું. ચોરી થયેલા દાગીનામાં નાકમાં પહેરવાના દાણા કિંમત રૂ. ૩૩૮૦, નાક-કાનમાં પહેરવાની બાલી કિંમત રૂ. ૧૧૩૯૨ અને કાનમાં પહેરવાની બુટીની બે જોડી કિંમત રૂ. ૬૯૨૦૦ સહિત કુલ સોનાની કિંમત રૂ. ૮૮૨૭૨ના દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધતા ડી. સ્ટાફે તપાસ શરૂ કરી છે.
(2:42 PM IST)










