તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મારવાડી યુનિવર્સિટી ખાતે ‘સ્માર્ટ કેમ્પસ કોન્ક્લેવ
દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયાઃ ભવિષ્યની ટેકનોલોજી આધારિત શિક્ષણ સંસ્થાઓના નિર્માણ અંગે વિસ્તૃત વિચારમંથન

રાજકોટ, તા.૪: ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને નવી દિશા આપવાના હેતુથી રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીના ઙ્કાંગણમાં તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન Bloomfield Innovations Pvt. Ltd. દ્વારા ‘સ્માર્ટ કેમ્પસ કોન્ક્લેવ-૨૦૨૬'નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરની પરિષદમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના શિક્ષણજગતના અગ્રણીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિષદમાં આવનારા સમયમાં ભારતીય યુનિવર્સિટીઓનાં પરિસરો કેવાં હોવાં જોઈએ અને ટેકનોલોજીની મદદથી તેમને વધુ આધુનિક, કાર્યક્ષમ તથા વિદ્યાર્થીકેન્દ્રિત કેવી રીતે બનાવી શકાય તે અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા ડો. શુક્લે પરિષદમાં રજૂ થયેલા વિચારો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલની સરાહના કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓને સમયની સાથે બદલાતી જરૂરિયાતો અનુસાર આધુનિક બનાવવામાં આવા સંવાદો અને ટેકનોલોજી આધારિત પ્રયાસોનું વિશેષ મહત્ત્વ હોવાનું તેમણે જણાવ્યું હતું.
પરિષદ દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ પોતાના અનુભવો અને સંસ્થાકીય પડકારો રજૂ કર્યા હતા. ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા, શૈક્ષણિક વહીવટ, પરીક્ષા વ્યવસ્થાપન, નાણાકીય કામગીરી, માનવ સંસાધન, વિદ્યાર્થી સેવાઓ અને સમગ્ર કેમ્પસના સંચાલનને એક સુવ્યવસ્થિત ડિજિટલ માળખા સાથે જોડવા અંગે વિચારોનું આદાનપ્રદાન થયુ હતું. ચર્ચાનો મુખ્ય સૂર એ રહયો હતો કે ભવિષ્યની યુનિવર્સિટી માત્ર આધુનિક ઇમારતો ધરાવતી સંસ્થા ન હોવી જોઇએ. પરંતુ તેની દરેક કામગીરી ટેકનોલોજીથી જોડાયેલી, પારદર્શક, ઝડપી અને સરળ હોવી જોઇએ
(2:47 PM IST)










