<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

મર્ડર-લૂંટના આરોપીઓને સાથે રાખી રીકન્‍સ્‍ટ્રકશન વખતે રાજકોટ પોલીસ જીંદાબાદના નારાઃ લંકેશે છુપાવેલી વધુ એક પિસ્‍તોલ કબ્‍જે : જુઓ વિડીયો

તન્‍વી ગોલ્‍ડ પેઢીના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્‍યા કરી ૧ાા કરોડની લૂંટના ગુનામાં આરોપીઓના રીમાન્‍ડ પુરા થતાં કોર્ટહવાલે : આર. કે. ઇન્‍ટરનેશનલ પાર્ક નજીક ઝાડ પાસે ખાડો કરી દાટેલી પિસ્‍તોલ કબ્‍જેઃ આજી જીઆઇડીસીમાં રી-કન્‍સ્‍ટ્રકશન વખતે લોકોના ટોળાએ પોલીસની કામગીરી બીરદાવીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમો દ્વારા કાર્યવાહી

લૂંટ-મર્ડરના આરોપીઓને આજી જીઆઇડીસીમાં લઇ જઇ રીકન્‍સ્‍ટ્રકશન કરાવાયું ત્‍યારે આરોપીઓ લંગડાતા ચાલ્‍યા હતાં અને હાથ જોડયા હતાં. પીઆઇ એ. એસ. ચાવડા અને ટીમો તથા લોકોના ટોળા જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બથગરીયા)

રાજકોટ તા. ૧૯: આજી જીઆઇડીસીમાં  તન્‍વી એક્ષપોર્ટ નામની સોના ચાંદીની પેઢીના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્‍યા કરી દોઢ કરોડના સોના ચાંદીની લૂંટ ચલાવનારા આ પેઢીના પુર્વ કર્ર્મચારી લંકેશ  સહિત ચારને આજે બપોરે ક્રાઇમ બ્રાંચે ઘટના સ્‍થળે લઇ જઇ રી-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું. તેમજ બીજી તરફ લંકેશે વધુ એક પિસ્‍તોલ હીરાસર નજીક જ્‍યાં અનુરાગસિંહે પીએસઆઇ અને ટીમ ઉપર ફાયરીંગ કર્યા હતાં તેનાથી સોએક મીટર દૂર મોટા ઝાડ પાસે ખાડો કરી દાટી દીધી હતી. તે પણ કબ્‍જે લેવાઇ છે. આરોપીઓને ઘટના સ્‍થળે લઇ  જવાયા ત્‍યારે એકઠા થયેલા લોકોએ ‘રાજકોટ પોલીસ જીંદાબાદ' એવા નારા લગાવ્‍યા હતાં.

તન્‍વી એક્ષપોર્ટ પેઢીના કર્મચારી લાલજીભાઇ સરધારા પર ગયા બુધવારે ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી હત્‍યા નિપજાવી  દોઢ કરોડના સોના-ચાંદીની લૂંટ ચલાવાઇ હતી. આ ગુનામાં સામેલ તન્‍વી પેઢીના હાલના કર્મચારી તેમજ પુર્વ કર્મચારી સહિત યુપીના ૧૦ શખ્‍સોને નવ કલાકમાં જ ક્રાઇમ બ્રાંચ, એલસીબી, એસઓજીએ દબોચી લીધા હતાં.

લૂંટ વિથ મર્ડરના ગુનામાં અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસિંગ રાજપૂત, અનુરાગસિંગ ઓમ-કાશસીંગ રાજપૂત, વિશાલસિંગ વિનોદસીંગ રાજપૂત, શિવમ ગિરીશચંદ્ર ગુપ્તા, વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાન્‍ત પાંડે, પવનકુમાર શિવ-સાદ ચૌબે, અરવિંદ ઉર્ફે નીરજ હરિશંકર તિવારી,  શૈલેષ કર્મવીર ખરવાર, અજિત રામશપથ પાંડે, શિવમ અશોક પાંડેની ધરપકડ કરી દાગીના, કાર, હથિયાર સહીત ૧.૫૮ કરોડનો મુદામાલ કબ્‍જે કરી ચાર દિવસના રિમાન્‍ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન સુત્રધાર લંકેશ ઉર્ફે અશ્વિનીકુમારે વધુ એક હથીયાર હીરાસર નજીક આર. કે. ઇન્‍ડસ્‍ટ્રીના આર. કે. ઇન્‍ટરનેશનલ પાર્કથી સોએક મિટર દૂર એક મોટા ઝાડ પાસે ખાડો કરી પિસ્‍તોલ દાટી રાખ્‍યાનું કબુલતાં પીએસઆઇ એ. એન. પરમાર અને ટીમે આ હથીયાર પણ કબ્‍જે કર્યુ હતું.  

લૂંટ વિથ મર્ડરના ગુનામાં અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસિંગ રાજપૂત, અનુરાગસિંગ ઓમ-કાશસીંગ રાજપૂત, વિશાલસિંગ વિનોદસીંગ રાજપૂત, શિવમ ગિરીશચંદ્ર ગુપ્તા, વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાન્‍ત પાંડે, પવનકુમાર શિવ-સાદ ચૌબે, અરવિંદ ઉર્ફે નીરજ હરિશંકર તિવારી,  શૈલેષ કર્મવીર ખરવાર, અજિત રામશપથ પાંડે, શિવમ અશોક પાંડેની ધરપકડ કરી દાગીના, કાર, હથિયાર સહીત ૧.૫૮ કરોડનો મુદામાલ કબ્‍જે કરી ચાર દિવસના રિમાન્‍ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી હતી દરમિયાન બામણબોર પાસેથી પોલીસે વધુ એક હથિયાર કબ્‍જે કર્યું હતું

બીજી તરફ આ ગુનામાં પકડાયેલા આરોપીઓ લંકેશ સહિતના ચારને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્‍થળે આજી જીઆઈડીસીમાં લઇ જઇ રીકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું.  આ વખતે લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા અને રાજકોટ પોલીસ જીંદાબાદના નારા લગાવ્‍યા હતા઼. પીઆઇ એ. એસ. ચાવડાએ જણાવ્‍યું હતું કે આજે તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્‍ડ પુરા થતા હોય જેથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્‍યાં કોર્ટના હુકમ બાદ તમામને જેલહવાલે કરવામાં આવશે .

તેમજ ક્રાઇમ બ્રાન્‍ચ પીએસઆઈ વી. ડી. ડોડીયા ઉપર ફાયરિંગ કરનાર આરોપી અનુરાગને પોલીસે સ્‍વબચાવમાં પગમાં ગોળી ધરબી દીધી હાઇ જે હાલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. તેને રજા મળ્‍યે એરપોર્ટ પોલીસના ગુનામાં કાર્યવાહી થશે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, એસીપી ભરત બી. બસિયાની રાહબરીમા પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, જાવેદહુશેન રીઝવી સહિતની ટીમોએ તપાસ કરી હતી. (૧૪.૯)

 

(1:56 PM IST)