તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
પર્યુષણ પર્વે ૯ દિવસ કતલખાના બંધ રાખવા આદેશ
મનપાના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે : તા. ૮ થી ૧૬ દરમિયાન માંસ, મટન, મચ્છી તથા ચીકનના વેંચાણ ઉપર પ્રતિબંધ

રાજકોટઃ આગામી તા. ૮ થી તા. ૧૬ ના રોજ ‘પર્યુષણ પર્વ' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી
(2:39 PM IST)










