<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સામા કાંઠે ચાંદીના વેપારી હિતેષભાઇ ગજેરાનો આપઘાત

બોમ્‍બે સુપર હાઇટ્‍સ બિલ્‍ડીંગમાં બનાવઃ ૫૩ વર્ષના વેપારીએ ઝેરી દવા પી લીધીઃ કારણ જાણવા બી-ડિવીઝન પોલીસની તપાસ

રાજકોટ તા. ૨: શહેરના સામા કાંઠે પેડક રોડ પર રહેતાં ચાંદીના એક વેપારીએ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. વેપારીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. આપઘાત પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ પેડક રોડ પર બોમ્‍બે સુપર હાઇટ્‍સ-૧માં રહેતાં હિતેષભાઇ નાનજીભાઇ ગજેરા (ઉ.વ.૫૩) નામના વેપારીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન હિતેષભાઇએ અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એન. પીઠીયા સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે પહાંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આત્‍મહત્‍યા કરી લેનારા હિતેષભાઇ ગજેરાને સંતાનમાં એક દિકરો છે. પોતે ચાંદીનો વેપાર કરતાં હતાં. તેમણે  આ પગલુ કયા કારણોસર ભર્યુ તેની વિગતો હાલ બહાર આવી ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. મોભીના મૃત્‍યુથી ગજેરા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(3:56 PM IST)