News of Friday, 27th November 2026
૩૨ લાખનું ચાંદીનું બાચકુ વેપારીના સ્કુટરમાંથી પડી ગયું: ડીસીબીએ શોધી કાઢયું
પીઆઇ એ.એસ.ચાવડા, સી.એસ.જાદવ, એમ.એલ. ડામોર, પીએસઆઇ ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા સહિતની ટીમ દ્વારા કામગીરી

રાજકોટ, તા., ૨૭ : સોની બજારમાંથી એકટીવામાં ર૦-ર૦ કિલોના ૩ બાચકા લઇ જઇ રહેલા વેપારીના સ્કુટરમાંથી રૂા. ૩ર લાખની કિંમતના ર૦ કિલો ચાંદીનું બાચકું પડી જતા પોલીસને જાણ કરી હતી જે મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરી પકડી ગયલુ બાચકુ શોધી વેપારીને પરત કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ સોની બજારમાં ગઢની રાંગ પાસે આવેલા સાંઇબાબા રીફાઇનરીમાંથી વેપારી પ્રશાંતભાઇ મેટ કરી ગઇ તા. ર૩ના અલગ અલગ ત્રણ પ્લાસ્ટીકના બાચકામાં જેમા એક માં ર૦ કી. ગ્રા. શુધ્ધ ચાંદીના ઝીણાદાણા હતા તે ત્રણ બાચકા એકટીવાની આગળ પગના ભાગે રાખી જઇ રહયા હતા ત્યારે રૂા. ૩ર લાખની કિંમતનું ચાંદી ભરેલુ બાચકુ રસ્તામાં કયાક પડી જતા બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જે મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે રાજેશ નામના શંકાસ્પદ શખ્સ પાસેથી બાચકુ મળી આવતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર, તથા સી.એચ.જાદવ પો. સબ.ઇન્સ. ડી.પી. ઝાલા એ.એન. પરમાર, વી.ડી. ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ. રાણાા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, વિજયરાજસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી દિગ્પાલસિંહ જાડેજા, અમીતકુમાર અગ્રાવત, ભાવેશકુમાર પરમાર, સમીરભાઇ શેખ, સંજયભાઇ સહિતની ટીમે કરી હતી. (૪.૧૧)
(3:51 PM IST)










