<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજકોટના પ્રખ્યાત સાતમ-આઠમના લોકમેળાના સ્થળમાં ફેરફાર થવાના સંકેતો ન્યુ રેસકોર્સ મેદાનમાં યોજવા કલેકટર દ્વારા સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગ

આ ગ્રાન્ટ અંતર્ગત અટલ સરોવર પાસે આવેલી જમીનને સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે: આ રકમ મંજૂર કરવામાં આવશે, તો આ વર્ષે લોકમેળો નવા રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.

રાજકોટના પ્રખ્યાત સાતમ-આઠમના લોકમેળાના સ્થળમાં ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે. મેળાને ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજવા માટે કલેક્ટર દ્વારા સરકાર પાસે ₹૧૮ કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત અટલ સરોવર પાસે આવેલી જમીનને સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં આ કામ માટે ₹૧૨ કરોડની માંગણી કરવામાં આવી હતી, જેમાં એક જ વર્ષમાં ₹૬ કરોડનો વધારો થયો છે.સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા મેળાનું સ્થળ બદલવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. જો રાજ્ય સરકાર દ્વારા આ રકમ મંજૂર કરવામાં આવશે, તો આ વર્ષે લોકમેળો નવા રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.

(11:28 PM IST)