તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રાજકોટ રેલવે ડિવિઝનની નોંધપાત્ર સિદ્ધિઃ વાંકાનેર સ્ટેશન પર એફઓબીના મુખ્ય ગર્ડરનું લોન્ચિંગ સફળતાપૂર્વક સંપન્ન
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી પડકારજનક પરિસ્થિતિઓમાં પૂર્ણ થયું કાર્ય; બાકીના બે સ્પાન સ્થાપિત કરવા પર વિશેષ ધ્યાન

રાજકોટ,તા. રઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માળખાગત સુવિધાઓના (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિホ સર કર્યું છે. અમળત ભારત સ્ટેશન યોજના હેઠળ વાંકાનેર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (જ્બ્ગ્)ના મુખ્ય ગર્ડરનું લોન્ચિંગ કાર્ય ૨૭ થી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મર્યાદિત જગ્યા અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું
ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગે ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી વિશાળ ક્રેનની મદદથી આ જટિલ કાર્ય નિર્ધારિત ટ્રાફિક બ્લોક સમયગાળામાં પૂર્ણ કર્યું, જેનાથી ટ્રેન વ્યવહાર સમયસર પૂર્વવત્ થઈ શકયો. આ કાર્ય રાજકોટ ડિવિઝનની તકનીકી કુશળતા, ચોક્કસ આયોજન અને આંતર-વિભાગીય તાલમેલનું ઉત્કળષ્ટ ઉદાહરણ છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરી સમયબદ્ધ રીતે સંપન્ન કરવા માટે આશરે ૧૦૦ કર્મચારીઓ અને ૬ સાઇટ સુપરવાઇઝરોની ટીમ ચોવીસે કલાક તૈનાત રહી હતી. ટીમે કાર્યસ્થળ પર પર્યાપ્ત સંસાધનોની ઉપલબ્ધતા, સતત દેખરેખ અને તમામ સુરક્ષા ધોરણોનું ચુસ્ત પાલન સુનિヘતિ કર્યું હતું.
નોંધનીય છે કે ઓક્ટોબર મહિના દરમિયાન ડિવિઝને મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ માટે દ્વારકા, સુરેન્દ્રનગર અને થાન સ્ટેશનો પર પણ ગર્ડર લોન્ચિંગના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
મુસાફરોને મળશે બહેતર અને સુરક્ષિત સુવિધાઓ
નવા ફૂટ ઓવર બ્રિજ શરૂ થવાથી પ્લેટફોર્મ વચ્ચેની અવરજવર સરળ બનશે અને રેલવે ટ્રેક ઓળંગવાનું જોખમ દૂર થશે. આનાથી વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગજનોને સલામત આવાગમનની સુવિધા મળશે તેમજ સ્ટેશન પરિસરમાં ભીડનું સંચાલન પણ વધુ વ્યવસ્થિત રીતે થઈ શકશે.
વાંકાનેર સ્ટેશન પર પ્રસ્તાવિત ૫ સ્પાન ધરાવતા એફઓબીના બાકીના બે સ્પાન સ્થાપિત કરવાની કામગીરી પણ પૂરઝડપે પ્રગતિમાં છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કેઃ ઙ્કવાંકાનેરમાં વિષમ પરિસ્થિતિઓ છતાં મુખ્ય ગર્ડરની સફળ સ્થાપના એ અમારી ટીમની નિષ્ઠા અને સમર્પણનું પરિણામ છે. અમળત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી મુસાફરોને સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે અમે કટિબદ્ધ છીએ. (
(2:58 PM IST)










