તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
સિધ્ધિ વિનાયક ધામે વંદેમાતરમ્ જયઘોષ ગુંજશે
શહેર ભાજપ દ્વારા ૧૯માં વર્ષે શ્રી ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન : ૧૭મીએ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રક્તદાન કેમ્પ-નમો નમઃ કોન્સર્ટ સંગીત સંધ્યા, આરતી સુશોભન, વન મિનિટ સ્પર્ધા, બહેનો માટે ઓપન, રાજકોટ પાણીપુરી સ્પર્ધા, ભાઈઓ માટે લાડુ જમણ સ્પર્ધા, છપ્પન ભોગ, ભક્તિ સંગીત સહિતના કાર્યક્રમો

રાજકોટઃ વંદે માતરમ્ના જયઘોષ સાથે તા.૧૪ સોમવારે ગણેશ ચતુર્થીના પાવનકારી શુભ દિનથી તા.૨૫ શુક્રવાર સુધી શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ, રાજકોટ મહાનગર ભાજપ દ્વારા ૧૯ વર્ષથી અવિરત શ્રી ગણપતિ મંગલ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન સિધ્ધિ વિનાયક ધામ (રેસકોર્ષ) ખાતે કરવામાં આવી રહ્યું છે.
શ્રી ગણપતિદાદાના આ ઉત્સવમાં દરરોજ વિવિધતાસભર ધાર્મિક, માર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દુંદાળાદેવની ભક્તિ અને સાધનાનો આ અમૂલ્ય અવસર હોવાનું ભાજપના આગેવાનોએ જણાવ્યું છે. તા.૧૪ સોમવારથી તા.૨૫ શુક્રવાર સુધી આયોજીત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી સમય સાંજે ૬:૩૦ કલાકે રહેશે.
કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે. તા.૧૪ સોમવારે શ્રી ગણપતિજીનું સ્થાપન પ્રસ્થાનયાત્રા મેયરના બંગલેથી સવારે ૧૦ કલાકે થશે. તા.૧૫ મંગળવાર આરતી સુશોભન સ્પર્ધા (બહેનો માટે ઓપન રાજકોટ) સાંજે ૪:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમઃ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે ૯ કલાકે, તા.૧૬ બુધવાર વન મીનીટ સ્પર્ધા (ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે) સાંજે ૪:૩૦ કલાકે, લોકડાયરોઃ નિલેશ ગઢવી-કચ્છ અને સાથી કલાકારો દ્વારા રાત્રે ૯ કલાકે, તા.૧૭ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ સાંજે ૬ થી ૯ નમો નમઃ કોન્સર્ટ (સંગીત સંધ્યા): કલાકાર મીરાન, રોય-મુંબઈ, અભીજીત રાવ-અમદાવાદ, ડો.પાયલ વઆરીયા-અમદાવાદ, જયેશ દવે, એન્કર તેજશ શીશાંગીયા (જીલ એન્ટરટેઈનમેન્ટ-આર.ડી.ઈવેન્ટ) રાત્રે ૯ કલાકે તા.૧૮ શુક્રવારે વાનગી સ્પર્ધા (બહેનો માટે ઓપન રાજકોટ) સાંજે ૪:૩૦ કલાકે, સાંસ્કૃતિક કાર્યક્રમઃ દિવ્યાંગ બાળકો તથા સરકારી પ્રા.શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે ૯ કલાકે, તા.૧૯ શનિવારે રાજભા ગઢવી (ગીર) સાહિત્યકાર અને સાથી કલાકારો રાત્રે ૯ કલાકે, તા.૨૦ રવિવારે શ્રી ગણપતિ ચિત્ર સ્પર્ધા (ઓપન રાજકોટ) સાંજે ૪:૩૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી-ઠાકોરજી પધાર્યા મારે દ્વાર (શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ) ગાયકઃ નિતીન દેવકા, નિધિ ધોળકીયા, દિપક જોશી, અમી ગોસાઈ, સંચાલનઃ તેજસ શીશાંગીયા (જીલ એન્ટરટેઈનમેન્ટ) રાત્રે ૯ કલાકે, તા.૨૧ સોમવારે વેશભુષા સ્પર્ધા (ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે) સાંજે ૪:૩૦ કલાકે છપ્પન ભોગ દર્શન, તા.૨૨ મંગળવારે વન મીનીટ સ્પર્ધા (બહેનો માટે ઓપન રાજકોટ) સાંજે ૪:૩૦ કલાકે ભક્તિ સંગીત-શિવ શબદ (શબદ આર્ટ પ્રસ્તુત) કલાકારોઃ હેમંત જોશી, માનસી પટેલ, આર.જે.પ્રીયાંક ભટ્ટ અને શ્યામ ધામેચા રાત્રે ૯ કલાકે, તા.૨૩ બુધવારે પાણીપુરી સ્પર્ધા (બહેનો માટે ઓપન રાજકોટ) સાંજે ૪:૩૦ કલાકે લાડુ જમણ સ્પર્ધા (ભાઈ-બહેનો માટે ઓપન સૌરાષ્ટ્ર) સાંજે ૭:૩૦ કલાકે, તા.૨૪ ગુરૂવારે સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ સાંજે ૭:૩૦, હાસયારોઃ ગુણછંતભાઈ ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા (હાસ્ય-સાહિત્ય-દેશભક્તિની વાતો) રાત્રે ૯ કલાકે, તા.૨૫ શુક્રવારે સવારે હવન-પૂર્ણાહુતી-વિસર્જન.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, વલ્લભભાઈ દુધાત્રા મહામંત્રી, લલીતભાઈ વાડોલીયા (મહામંત્રી), યોગેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી) અને હાર્દિક બોરડ (મિડીયા ઈન્ચાર્જ) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:42 PM IST)










