તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
નવસારીમાં ડીસેમ્બરમાં પૂ. મોરારી બાપુની શ્રી રામ કથા
નવસારીના સુપા ગામે નિર્માણ પામનાર નેત્ર હોસ્પિટલના લાભાર્થે આયોજન

રાજકોટ : સ્વામિ વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ - સુપા દ્વારા રૂા. ૪પ૦ કરોડના ખર્ચે નિર્માણાધીન નેત્ર હોસ્પિટલના લાભાર્થે તા. પ ડિસેમ્બરથી તા. ૧૩ ડિસેમ્બર દરમિયાન સ્વામિ વિવેકાનંદ નેત્ર મંદિર, પૂર્ણા નદીના કિનારે, સુપા ગામ (ગુરૂકુલ), જી. નવસારી ખાતે મોરારી બાપુના શ્રીમુખેથી આગવી શૈલીમાં વહેતી શ્રી રામ કથાનું રસપાન કરી રામમય બનાવવાના અવસરે શ્રીરામ ભકિતમાં તરબોળ થઇ ભકિત પિપાસાને તૃપ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ કથાના મનોરથી જગદીશભાઇ પટેલ તથા મહેશભાઇ પટેલ (યુએસે) હોવાનું આજે યોજાએલ પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
મોરારી બાપુના શ્રીમુખે રામ કથાનું રસપાન કર્યા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સંસ્થા દ્વારા આઇ ચેક-અપ કેમ્પ્સ (પ્રોજેકટ દ્રષ્ટિ) અંતર્ગત ઓકટોબર-ર૦રર થી ઓગષ્ટ-ર૦ર૬ દરમિયાન ૧૯૯૧ કેમ્પ્સ ૧,૯૧,૩૩૩ દર્દીઓની તપાસ, પ૧,૩૭૬ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવેલ હોવાનું પણ જણાવાયું છે. ચશ્મા-રથ દ્વારા ગામે-ગામ ઓકટોબર-ર૦રર - ઓગષ્ટ-ર૦ર૬ દરમિયાન કુેલ ચશ્મા વિતરણ - ૧૩,૦૮પ કરાયું છે. નવજાત શિશુઓ અને નાના બાળકોમાં અંધત્વ નિવારણ માટે ઓકટોબર-ર૦રર - ઓગષ્ટ-ર૦ર૬ દરમિયાન ૩૩,૯૪૪ ચેકઅપ્સ, ૧,૦૧૪ બાળકોની લેઝર સારવાર દ્વારા દ્રષ્ટિ બચાવી, ૧૬૪ સર્જરીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણથી દિકરીઓનું સશકિતકરણ (દ્રષ્ટિ મિત્ર પ્રોજેકટ) અંતર્ગત ધરમપુર, ડાંગ, વ્યારા, તાપી અને નેત્રંગની આદિવાસી દિકરીઓને ૪ વર્ષના આઇ નર્સિંગ અભ્યાસક્રમ દ્વારા શિક્ષણ, તાલીમ આપવામાં આવે છે.
સંસ્થામાં મિલન પરીખ (જૈનમ બ્રોકીંગ લિમિટેડ), લવજીભાઇ બાદશાહ (ગોપીન ગૃપ, સુરત), શ્રી ગોવિંદભાઇ ધોળકીયા (એસઆરકે એકસપોર્ટસ), કેશુભાઇ ગોટી (ગ્લોસ્ટાર ડાયમંડસ), નાગજીભાઇ સાકરીયા (એચવીકે ડાયમંડસ), ધરમભાઇ નાવડા (ડીએમડી ડેવલપર્સ), અરવિંદભાઇ પટેલ (યુએસએ), નારણભાઇ ફુલેતરા) અમદાવાદ), ડૉ. જીતુભાઇ શાહ (વિપશ્યના સાધક), રાકેશભાઇ એન્ડ પ્રમોદભાઇ કંસલ (કંસલ ગૃપ), ડૉ. અશોક પટેલ (આઇએનએસ હોસ્પિટલ), ડૉ. નિલેશભાઈ પટેલ (યુએસએ), ડૉ. કુણાલ શાહ (યુએસએ), ડૉ. ફોરમ અમિત શાહ (યુએસએ), સ્વામિનારાયણ મંદિર (કુંડળધામ), લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ), અનુભાઈ તેજાણી અને જસમતભાઇ વિડિયા (એ એન્ડ જે ડેવલપર્સ), મુકેશભાઈ પટેલ (ગ્રીન લેબ ડાયમંડ), જિગ્નેશભાઈ દેસાઈ (એન જે ઇન્વેસ્ટમેન્ટ), જયેશભાઈ દેસાઈ (રાજહંસ ગ્રુપ), મનહરભાઈ સાસપરા (યુરો કૂડ્સ), ઘનશ્યામભાઈ શંકર (શિવમ જવેલ્સ), ધીરુભાઈ નારોલા (નારોલા ડાયમંડ્સ), જયંતિભાઈ કબૂતરવાળા (લટેક્સ પ્રા. લિ), ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ સિરામિક્સ), કીર્તિભાઈ પટેલ (જી ૩ સ્ટોર), નિલેશભાઈ શિહોરા (સ્ટેલિયન ઇન્ડસ્ટ્રીઝ), પ્રમોદ પોદાર (રચિત ગ્રુપ), મનુભાઈ માંગુકિયા અને પ્રવીણભાઈ કાકડિયા(કાકડીયમ ડાયમન્ડ્સ), માવજીભાઈ સવાણી (એલ. પી. સવાણી), રાજેશ મકવાણા (એલિઝિયમ ગ્રુપ), ચિરાગભાઈ મોઢ (સીએનએમ ઇન્વેસ્ટ પ્રા. લિ.), મહેન્દ્રભાઈ પટેલ (યુએસએ), રમેશભાઈ બાંભરોલિયા (નવસારી), ડૉ. રોઝી આહ્યા(ગાયનેકોલોજિસ્ટ), ડૉ. જનકભાઈ સાવલિયા (યુએસએ), શ્રીમતી શીલા હર્ષિત ઇટાલીયા (યુએસએ), મનન વાઘાણી (ભાવનગર), આનંદભાઈ દેસાઈ (અનુપમ રસાયણ), ડો. ભરત જીવાણી (જીવાણી ઓર્થોપેડિક હોસ્પિટલ), શ્રી રામ ભરોસે, નટવરભાઈ ખાંટ (એન એચ એક્સપોર્ટ) વિગેરે તેમજ એનઆરઆઇ દાતાઓ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી (કેનેડા), અરવિંદ આર. પટેલ (એટલાન્ટા), અનિલ અને મીના પટેલ (યુએસએ), રમણભાઈ વનમાળી (સાન ફ્રાન્સિસ્કો), ઓમકાર સત્સંગ મંડળ ઓફ સુરતી લેઉવા પાટીદાર સમાજ (ડલાસ), શીલા હર્ષિત ઇટાલિયા (લોસ એન્જેલેસ), દક્ષાબેન પટેલ (લોસ એન્જેલેસ), નટુભાઈ પટેલ (એટલાન્ટા), અંશુ પટેલ (એટલાન્ટ), નયના એસ. પટેલ (યુએસએ), ગીનાબેન મહેશ પટેલ (એટલાન્ટા), દિલીપભાઈ હરદેવ (યુએસએ), ભરતભાઈ પટેલ (ડલાસ), સવિતાબેન અમાયદાસભાઈ પટેલ (માણેકપોર) (એટલાન્ટા), સવિતાબેન રણછોડભાઇ લાખા (એટલાન્ટા), સુખદેવભાઇ પટેલ (એટલાન્ટા), જ્યોર્જિયા ક્લિનિક પી.સી. (લોસ એન્જેલેસ) બી.યુ. પટેલ (લોસ એન્જેલેસ), હર્ષદભાઈ પટેલ (લોસ એન્જેલેસ), બિંદુબેન અને રાજુભાઇ - (યુએસએ), પિલી ટ્રસ્ટ (યુએસએ), ડૉ. ભરત પટેલ (લોસ એન્જેલેસ), ધી હીના બી. હીરા રિવોકેબલ લિવિંગ ટ્રસ્ટ (યુએસએ)નો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
નેત્ર હોસ્પિટલની વિશેષ માહિતી માટે : (૧) સુપા ગ્રામ (આરંભ સેન્ટર) સ્વામિ વિવેકાનંદ નેત્ર મંદિર, પુર્ણા નદીના કિનારે, સુપા ગામ (ગુરૂકુલ), નવાસારી, અપોઇન્ટમેન્ટ માટે (મો. ૮પ૧૧૮૬૦૦૧૦) (ર) મજુરા ગેટ (ઉડાન સેન્ટર) જે.જે. એમ્પાયર, ગાંધી કોલેજની સામે, દયાળજી આશ્રમની બાજુમાં, મજુરા ગેટ, વિજયનગર, રીંગરોડ, સુરત, અપોઇન્ટમેન્ટ માટે (મો. ૯૮રપ૦ રપપપ૯) (૩) અડાજણ (પ્રગતિ સેન્ટર), ૩૦૧-૩૦ર, ટોઇટેનીયમ સ્કવેર, અડાજણ ગામ, ચાર રસ્તા, ઇન્મકટેક્ષ ઓફિસની સામે, અડાજણ, સુરત. અપોઇન્ટમેન્ટ માટે (મો. ૯૭ર૩૪પ૦ર૬૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. રામકથાની વિશેષ વિગતો માટે ૮૯૮૮૯૮૧૦૧૦ પર સંપર્ક કરવો.
પત્રકાર પરિષદમાં આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવિનભાઇ પટેલ, ડૉ. ભાવિનભાઇ ભુવા, ડૉ. રાજન જગડ, મિતલભાઇ ખેતાણી, હસમુખભાઇ ખેની, પ્રકાશભાઇ વઘાસિયા, અરૂણભાઇ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા) (
(3:46 PM IST)










