તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 22nd July 2026
શ્રી રાજપૂત યુથ ફાઉન્ડેશન દ્વારા રવિવારે ૪૪૭ વિદ્યાર્થીઓનો સરસ્વતી વંદના સત્કાર સમારોહ

રાજકોટઃ શ્રી રાજપૂત યુથ ફાઉન્ડેશન - રાજકોટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓના આવેલા સુંદર પરિણામને સન્માનવા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ૅસરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ - ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થા યાદી જણાવે છે કે આ સત્કાર સમારોહ આગામી તાારીખ ૨૬-૦૭-૨૦૨૬, રવિવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે, પ.પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ (RMC HALL), આનંદ નગર, જલજીત હોલ પાસે, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે યોજાશે. આ વર્ષે શૈક્ષણિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રાજપૂત સમાજના ૪૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓ (છાત્રો)ની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. સંસ્થાના કલ્લોલભાઈ પઢિયાર અને પરિવાર તરફથી આ તમામ ૪૪૭ વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કૂલ બેગ, પેન સેટ તથા ફૂલસ્કેપ ચોપડા આપીને ગૌરવભેર સન્માનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ, જ્ઞાતિજનો અને વાલીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે સંસ્થાની મુખ્ય ઓફિસ શ્રી રંગીલા કોમ્પ્લેક્સ, ૪/૫ ગાયત્રીનગર, બોલબાલા માર્ગ, રંગીલા મોબાઈલની ઉપર, રાજકોટ અથવા મો. ૯૮૨૪૮ ૭૦૭૭૨, ૯૩૧૬૩ ૧૯૫૪૫ પર સંપર્ક કરી શકાશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:09 PM IST)










