News of Wednesday, 7th October 2026
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવઃ નોર્થ ઝોનમાં ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે
નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મુંજકા નજીક આયોજનઃ વિશાળ ગ્રાઉન્ડ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ

રાજકોટઃ આગામી તારીખ ૧૧ ઓક્ટોબરથી નવલાં નોરતાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ્ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સજકોટ શહેરના નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું શ્રીખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
સાઉન્ડમાં સૌથી આધુનિક જેબીએલ એ૧૨ મોડેલનીસાઉન્ડ સિસ્ટમ, ૪૦ હજાર વારથી વધુનું વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા, ૩ વિશાળ પાર્કિંગ અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
રાજકોટ શહેરના મુંજકા નજીક નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓરબીટ રોયલ ગાર્ડનની બાજુમાં પેટ્રા બેન્ક્વેટથી આગળ સનાતન ટાવરની સામેના રોડ પર વિશાળ ગ્રાઉન્ડમાં શ્રી ખોડલધામ નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સિંગરો દેવ ભટ્ટ, અમી ગોસાઈ, હરી ગઢવી, દીશા શાહ તેમજ એન્કરીંગમાં અમિતાબેન પરસાણા અને ઓરકેસ્ટ્રા રાસ-ગરબાની રમઝટ બોલાવશે. દરરોજ ખેલૈયાઓને આકર્ષક ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. શ્રી ખોડલધામ નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવની વધુ વિગત માટે મો. નં- ૯૭૨૨૨ ૦૨૨૨૨, ૯૨૨૭૧ ૨૦૪૬૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- નોર્થ ઝોનના પ્રમુખ મનસુખભાઈ વેકરીયા, ઉપપ્રમુખ મનીષભાઈ ફળદુ, તેમજ મુખ્ય સમિતિના ચેતનભાઈ સગપરીયા, નિલદીપભાઈ તળાવિયા, જયસુખભાઈ મારવિયા, શૈલેષભાઈ રંગાણી, નરેશભાઈ પડાળિયા, જયેશભાઈ દુધાત્રા, નિલેષભાઈ વિરાણી, અરવિંદભાઈ અસલાલીયા, મહેશભાઈ ખુંટ, પરાગભાઈ વિરડીયા, મનોજભાઈ સાકરીયા, સંજયભાઈ સાકરીયા, વિજયભાઈ ઝાલાવાડીયા, અશ્વિનભાઈ પાંભર, મહેશભાઈ પરસાણા, પ્રણયભાઈ વિરાણી, કિશોરભાઈ પાંભર, રાજુભાઈ પરસાણા, મોહિતભાઈ પરસાણા, મિતુલભાઈ દોંગા, ભવદીપભાઈ પોકર, વિશાલભાઈ દોંગા, વિનુભાઈ સોરઠીયા, વિજયભાઈ કોરાટ, નિલેશભાઈ આસોદરીયા, સંજયભાઈ સાકરીયા અને જયેશભાઈ ચોવટીયા સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










