<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કાલથી શ્રામણેર શિબિરઃ ચીવર ધમ્‍મયાત્રા યોજાશે

ભદંત પથીક શ્રેષ્‍ઠીએ અભિધમ્‍મ પિટક અભ્‍યાસ પૂર્ણ કરતા વર્ષાવાસ સમાપન અવસરે

રાજકોટ, તા.૫: રાજકોટમાં પંચશીલ બુધ્‍ધ વિહાર, ધરમનગર ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ભદંત પથીક શ્રેષ્ઠીના વર્ષાવાસ (પ્રવારણા) સમાપનમાં કઠીન ચીવર સંઘદાન મહોત્‍સવ શુક્રવારના રોજ તથા તા.૬ થી ૧૧ નવેમ્‍બર, ૨૬ સુધી શ્રામણેર શિબિર યોજાશે. જે અંતર્ગત શક્રવારે સાંજે ૫- કલાકે ચીવર ધમ્‍મયાત્રા ધરમનગરમાં થશે. ત્‍યારબાદ બુધ્‍ધવંદના, સંઘદાન, ભીખ્‍ખુ અભિવાદન અને ઘમ્‍મદેશનાને અંતે મંગલ મૈત્રી ભોજન અર્પણ થશે.

ભદંત પથીક શ્રેષ્ઠીના ચાલુ વર્ષે ચોકા ખાતે લોકુતારા મહાવિહારમાં અભિધમ્‍મ પિટકનો અભ્‍યાસ પૂર્ણ કરતા સંપૂર્ણ ત્રિપિટક (વિનય પીટક, સુત પીટક, અભિધમ્‍મ પીટક) નો અભ્‍યાસ પુર્ણ કરેલ છે. તેમનું સન્‍માન ઉપાસકો દ્વારા થશે. જેમાં ભીખ્‍ખુઓને ચિવરદાન, અષ્ટ પરિસ્‍કાર દાન આપવામં આવશે.

ત્‍યારબાદ બૌધ્‍ધ શ્રામણેર શિબિર શરૂ થશે, જેમાં ૧૩ નાગરિકો ચિવર ધારણ કરી ધર્મનો અભ્‍યાસ કરશે. તા.૬ થી ૧૩ સુધી શ્રામણેર શિબિરમાં અલગ-અલગ લોકોના ઘરે સવારે નાસ્‍તો, બપોરે ૧૨- પહેલા એકટાણા ભોજનદાન લેવાશે તથા દરરોજ રાત્રે ધમ્‍મદેશના, પ્રબોધન સાથે ફળદાન અર્પણ થશે. શિબિરનુ ખંભાલીડા બૌધ્‍ધ ગુફા ખાતે સમાપન થશે.

આ ધમ્‍મકાર્ય માટે બૌધ્‍ધ સમાજ, રાજકોટ, અનુ.જાતિ સમાજ, ધરમનગર સંપૂર્ણ રહેવાસીઓ જહેમત ઉઠાવી રહયા છે.

મનહરભાઇ એમ. બાબરીયા, સિધ્‍ધાર્થ પરમાર, અતુલ વાઘેલા કરણભાઇ ચોૈહાણ, જયાબેન સારેસા ગોરાભાઇ પરમાર પરિવાર, વિનય સાગર અનિત્‍ય, વિક્રમ વોરા વગેરેનો દાન સહયોગ પ્રાપ્‍ત થયેલ છે. તસ્‍વીરમાં‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભંતે પથીક શ્રેષ્‍ઠી પ્રિયકંર શાકય, પરમાર વસંત, વોરા વિક્રમ પી, વિનયસાગર અનીત્‍યે, દિલીપ પરમાર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:53 PM IST)