News of Saturday, 26th September 2026
પિતૃદેવો નમઃ તર્પણ-સ્મરણ સાથે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ
પિતૃઓને જળ અર્પણ કરવું, પિતૃઓની મૃત્યુ તિથિના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન, શ્વાન કાગડા અને અતિથિઓને ભોજન આપવાનો મહિમા

રાજકોટ તા.૨૬: ભાદરવા માસની પૂર્ણિમાથી આજથી પિતળપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો વિધિવત પ્રારંભ થયો છે. આજે પ્રતિપદા શ્રાદ્ધ છે. હિન્દુ સનાતન ધર્મમાં ૧૬ દિવસના આ પક્ષનું અનેરું મહત્વ રહેલું છે.
શાસ્ત્રો અનુસાર, આ ૧૬ દિવસો દરમિયાન આપણા પિતળઓ પિતળલોકમાંથી પળથ્વીલોક પર આવે છે. તેમની આત્માની શાંતિ અને મોક્ષ માટે પુત્ર-પરિવાર દ્વારા કરવામાં આવતું તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન સીધું તેમના સુધી પહોંચે છે. જે પરિવાર શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેના પર પિતળઓની કળપા હંમેશા બની રહે છે અને પિતળદોષમાંથી મુક્તિ મળે છે.
પિતળ તર્પણ માટે સોમનાથનું ત્રિવેણી સંગમ (હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ) અને પ્રભાસ તીર્થનું વિશેષ મહત્વ છે. આજે વહેલી સવારથી જ સેંકડો લોકો ત્રિવેણી સંગમ ઘાટ ખાતે પોતાના પૂર્વજોના નામે જળ તર્પણ, તલ અને કુશ સાથે પિંડદાન કરવા ઉમટી પડ્યા હતા.
આ દિવસો દરમિયાન દરરોજ સવારે પિતળઓને જળ અર્પણ કરવું.પોતાના પિતળની મળત્યુ તિથિના દિવસે શાષાોક્ત વિધિથી શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવું.ગાય, કૂતરા, કાગડા અને અતિથિને ભોજન આપવું.તામસિક ભોજન, માંસ-મદિરા અને નવા શુભ કાર્યોનો ત્યાગ કરવો.
આ શ્રાદ્ધ પક્ષનો સમાપન આગામી સર્વ પિતળ અમાવસ્યા એટલે કે મહાલયા અમાવસ્યાના દિવસે થશે, જે દિવસે જેમની તિથિ ખબર ન હોય તેવા તમામ પિતળઓનું શ્રાદ્ધ એક સાથે કરવામાં આવે છે.
જસદણ
(હિતેષ ગોસાઇ- હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં પોતાના પિતળઓના આશીર્વાદ મેળવવા માટે આજથી સળંગ ૧૬ દિવસ શ્રાદ્ધના દિવસો શરૂ થતાં શહેરના હજારો પરિવારો હિન્દુ રીત રીવાજ મુજબ કાર્ય કરી પોતાના સ્વર્ગસ્થ પિતળઓને યાદ કરી આશીર્વાદ મેળવશે.
આ અંગે ભોજન સહિત ધાર્મિક કાર્ય અને દાન પુણ્યનો ધમધમાટ શરૂ છે કેટલાંક ધર્મગ્રંથમા એવો પણ ઉલ્લેખ છે કે શ્રાધ્ધના દિવસોમાં પિતળઓ પળથ્વી ઉપર આવે છે અન્યના ભોજન સાથે કાગને પણ ભોજન આપવામાં આવે છે હાલ તો શ્રાદ્ધના ૧૬ દિવસોમાં રસોયા મહારાજ અને ગોરબાપા પણ સતત વ્યસ્ત રહેશે
(10:37 AM IST)










