તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
શિવાજીનગરનો બૂટલેગર હનીફ મંધરા દારૂનો જથ્થો ભરેલી કાર સાથે પકડાયો
મોરબી રોડથી ગ્રીનલેન્ડ ચોકડીના રસ્તે કામગીરી ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી ૭૨ હજારનો દારૂ સહિત ૪.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ અગાઉ ૧૨ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૧૩: ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી રૂા. ૭૧૮૪૦નો દારૂનો જથ્થો ભરેલી કાર સાથે રીઢા બુટલેગરની ઝડપી લીધો છે. ચુનારાવાડનો આ શખ્સ અગાઉ પણ ૧૨ ગુનાઓમાં પકડાઇ ચુક્યો છે.
જાણવા મળ્યા મુજબ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયાને બાતમી મળતાં મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના રોડ પર વોચ રાખી જીજે૦૩એનકે-૩૧૬૩ નંબરની ઇકો કાર આંતરી લીધી હતી. તેમાં દારૂનો જથ્થો હોઇ ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ હનીફ હુશેનભાઇ મંધરા (ઉ.વ.૪૧, રહે. શિવાજીનગર-૧૦, ચુનારાવાડ ચોક, દુધસાગર રોડ) જણાવ્યું હતું. પોલીસે આ શખ્સની હિસ્ટ્રી ચેક કરતાં તે નામચીન બુટલેગર હોવાની વિગતો મળી હતી.
હનીફ હસ્તકની ઇકો કારમાં તપાસ કરતાં ૧૮૦ એમએલ એઇટ સ્પેશીયલ વ્હીસ્કીના રૂા. ૪૮૦૦૦ના ૩૮૪ ચપલા, ગ્લોબસ ગ્રીન વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૧૨૯૬૦ના ૧૪૪ ચપલા, ઓફિસર્સ ચોઇસના ૧૮૦ અમેમએલના ૧૧૫૨૦ના ૯૬ ચપલા મળી કુલ રૂા. ૭૨૮૪૦નો દારૂ મળતાં તે તથા ૪ લાખની કાર અને મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા હતાં.
પોલીસના કહેવા મુજબ હનીફ મંધરા અગાઉ થોરાળા, ડીસીબી, બી-ડિવીઝન, ગાંધીગ્રામ પોલીસમાં દારૂના ૧૨ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વનારીયાએ આ કાર્યવાહી કરી હતી.
(2:46 PM IST)










