તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
૧ કરોડ લોકોને શસ્ત્ર પૂજન કરાવાશે : ડો. તોગડિયા
વીર હિન્દુ, વિજેતા હિન્દુ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડાની ‘અકિલા' સાથે વાતચીત : શહેરના લોકો ઘરમાં લોખંડના પાઇપ અને ગામડાના લોકો ધારિયા-કુહાડી રાખે : સ્વરક્ષણ બંધારણીય અધિકાર

રાજકોટ, તા. ૧૧ : આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજયાદશમી નિમિત્તે રપ લાખ પરિવારોના ૧ કરોડ જેટલા લોકોને શષા પૂજન કરાવવાનું નકકી થયું છે. પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઇ તોગડિયાના એલાન અને માર્ગદર્શન પૂજન દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ડો. પ્રવીણભાઇ તોગડિયાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે શષા પૂજનનો અનેરો મહિમા છે તેથી વિજયાદશમી સુધીમાં દેશના રપ લાખ પરિવારોમાં ૧ કરોડ લોકો શષાપૂજન કરે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરિષદના કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેશમાં ઘરે-ઘરે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. શહેરી વિસ્તારના લોકો ઘરમાં લોખંડનો પાઇપ અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો ધારીયા કે કુહાડી રાખી પૂજન કરે તેવું સમજાવવામાં આવી રહ્યું છે.
ભારતના બંધારણે સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. ઘર-ઘર ઉપરાંત મંદિરો અને ગરબીના સ્થળોએ શષા પૂજન કરાવાશે. વીર હિન્દુ, વિજેતા હિન્દુ તે મુજબ આગળ વધવા માંગીએ છીએ.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઠેર-ઠેર હનુમાન ચાલીસાના કાર્યક્રમ થઇ રહ્યાનો ડો. તોગડિયાએ ઉલ્લેખ કર્યો હતો.
(1:14 PM IST)










