<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ઉતરપ્રદેશના ગુન્‍હામાં એક વર્ષથી વોન્‍ટેડ આરોપીને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો

યુપીના ગેંગસ્‍ટર એન્‍ડ એન્‍ટીસોશ્‍યલ એકટીવી એકટના ગુન્‍હામાં વોન્‍ટેડ મુકેશ મોર્ય ઓળખ છુપાવી પડવલામાં રહેતો'તો

તસ્‍વીરમાં પકડાયેલ આરોપી (નિચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા.૨૩: ઉતરપ્રદેશના ગેંગસ્‍ટર એન્‍ડ એન્‍ટીસોશ્‍યલ એકટીવી એકટના ગંભીર ગુન્‍હામાં એક વર્ષથી વોન્‍ટેડ આરોપીને પડવલામાંથી શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય જે  અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ઉત્તરપ્રદેશ રાજયના બલરામપુર જીલ્લાના તુલસીપુર પોલીસ સ્‍ટેશનના પાર્ટ એ- ગુ.ર.નં.૦૨૦૩/૨૦૨૫ ની કલમ્‌ ઉતરપ્રદેશ ગેંગસ્‍ટર એન્‍ડ એન્‍ટી સોશ્‍યલ એકટીવી એકટ કલમ ૩(૧) મુજબ ગુન્‍હાના કામે એક વર્ષથી નાસતો ફરતો આરોપી મુકેશ નંગેભાઇ મોર્ય રહે.હાલ પડવલાગામની સીમ રોટેક પંપ કારખાનાની પાછળ મૂળ.રહે.ગંગાપુર તા.તુલસીપુર જી.બલરામપુર (ઉ.પ્રદેશ) ઓળખ છૂપાવી રહેતો હોય તેને દબોચી લઇ યુપી પોલીસને હવાલે કરવા તજવીજ હાથધરી છે.

આ કાર્યવાહી શાપર (વે) પો.સ્‍ટે.ના પી.આઇ. આર.બી.રાણા, એએસઆઇ ડી.આર.સરવૈયા, એચસી દિનેશભાઇ ખાટરીયા,  પીસી અલ્‍પેશભાઇ ડામસીયા, પીસી લગધીરસીંહ જાડેજા, પીસી વિમલભાઇ વેકરીયા તથા પીસી દિવ્‍યેશભાઇ શામળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(2:37 PM IST)