તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સફળતાના સર્જક અને કૌશલ્યના કસબી નીતિન ઢાંકેચાનો જન્મદિન
સરધારની શેરીથી રાજકોટના રાજમાર્ગ સુધી વણથંભી વિકાસયાત્રા

રાજકોટઃ સરધારથી જનાધાર મેળવીને રાજકોટમાં મજબૂત આધાર મેળવનારા જુના અને જાણીતા જનસેવક શ્રી નીતિન પાંચાભાઇ ઢાંકેચાએ આજે જાજરમાન જીવનના વધુ એક નૂતન વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમનો જન્મ ૧૯૭૦ના વર્ષની તા. ૧૬ જુલાઇએ થયેલ. આજે જોગાનુંજોગ અષાઢી બીજના પવિત્ર દિવસે પ૭માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. નયી ડગર, નયા સવેરા, ખુશીઓ સે ભરા નજારા...
રાજકોટ-લોધિકા સહકારી સંઘમાં બે દાયકા સુધી નેતૃત્વ પુરૂં પાડનારા શ્રી નીતિન ઢાંકેચા બહુમુખી પ્રતિભા છે. રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અને માર્કેટ યાર્ડના ડીરેકટર પદે રહી ચૂકયા છે. ભકિતનગર સોસાયટીમાં તેમનું મહત્વનું યોગદાન છે. સરધાર સ્વામિનારાયણ મંદિર સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે અવિરત કાર્યરત છે. આજે જન્મદિને તેઓ પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. મેરા આપકી કૃપાસે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ પ્રભુ, મેરા નામ હો રહા હૈ... મો. ૯૪ર૬૯ ૧૧૧૦૧ અને ૯૯૭૮૯ ૧૧૧૦૧ રાજકોટ.
(11:11 AM IST)










