News of Saturday, 18th July 2026
રાજકોટની સગીરા સાથે જામનગરના પરણેલા ઢગા શાહરૂખનું લગ્નની લાલચ દઇ અવાર-નવાર દૂષ્કર્મ
ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવીઃ ઘરમાં, હોટેલમાં લઇ જઇ વારંવાર દેહ પીંખ્યો : ગર્ભ રહી જતાં પોતે પત્નિને તલ્લાક આપી લગ્ન કરશે તેમ કહી ભોળવી ગોળી આપી ગર્ભપાત કરાવી નાંખ્યોઃ ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી અને ટીમે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. એક સગીરાને જામનગરના વિધર્મી શખ્સે ઓળખ છુપાવી ફસાવી લગ્નની લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ આચરી લેતાં અને બાદમાં સગીરાને આ શખ્સ પરણેલો હોવાની ખબર પડતાં ત્યારે પણ પોતે પત્નિને તલ્લાક આપીને લગ્ન કરશે તેવુ ખોટુ બોલી શોષણ કર્યુ હતું. તેણીને ગર્ભ રહી જતાં મેડીકલમાંથી દવા લઇ પીવડાવી ગર્ભ પણ પડાવી નાંખ્યો હતો. આ પછી પણ લગ્ન કરશે તેવી વાતો કરી શોષણ ચાલુ રાખતાં અને છેલ્લે લગ્નની ના પાડી દેતાં અંતે સગીરાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં આ શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદ પરથી જામનગર ગુલાબનગરના વતની અને હાલ જામનગર રોડ પર પરાપળીપળીયા એકતા સોસાયટીમાં રહેતાં શાહરૂખ બસીરભાઇ જામ વિરૂધ્ધ દૂષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર આજથી ત્રણ વર્ષ પહેલા સગીર હતી ત્યારે આરોપી શાહરૂખે પોતાની ઓળખ છુપાવી તેણીને પ્રેમની જાળમાં ફસાવી હતી. બાદમાં સગીરાના ઘરે તેમજ જામનગર લઇ જઇ અને હોટેલમાં લઇ જઇ અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધો હતો.
અવાર-નવાર લગ્નની લાલચ આપી શાહરૂખે શરીર સંબંધ બાંધી લેતાં તેણી સગર્ભા થઇ ગઇ હતી. આ વખતે જ તેણીને જાણ થઇ હતી કે શાહરૂખ પરણેલો છે. આથી બંને વચ્ચે માથાકુટ થઇ હતી. આ વખતે શાહરૂખે પોતે પોતાની પત્નિને તલ્લાક આપીને લગ્ન કરી લેશે તેમ કહી ભોળવી મેડીકલમાંથી ગર્ભપાતની દવા લાવીને પીવડાવી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. ત્યારબાદ પણ લગ્નના નામે શોષણ કરી છેલ્લે લગ્ન કરાવની ના પાડી દીધી હતી. પોતાની સાથે ખોટુ થયાનું જણાવતાં સગીરા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. પીઆઇ એચ. પી. ગઢવી સહિતની ટીમે ગુનો દાખલ કરી શાહરૂખને પકડી લેવા તજવીજ હાથ ધરી હતી.
(2:08 PM IST)










