<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ચારિત્ર્ય પર શંકા કરી શહેનાઝબેનને પતિ મોઇને આડેધડ છરીના ઘા ઝીંક્‍યા

જંગલેશ્વર ગાંધી સોસાયટીની ઘટનાઃ ભક્‍તિનગર પોલીસે હુમલો કરી ભાગી ગયેલા પતિ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ પરિણીતા સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦: જંગલેશ્વરની ગાંધી સોસાયટીમાં રહેતી મુસ્‍લિમ પરિણીતા સવારે ઘરે હતી ત્‍યારે પતિએ ચારિત્ર્ય પર શંકા કરી છરીથી હુમલો કરી પગ, હાથમાં આડેધડ ઘા મારી દેતાં તેણી લોહીલુહાણ થઇ જતાં દકોરો મચાવતાં પતિ હુમલો કરી ભાગી ગયો હતો. તેણીને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે જંગલેશ્વર ગાંધી સોસાયટી-૨ ડીલક્‍સ પાનવાળી શેરીમાં રહેતાં શહેનાઝબેન મોઇનભાઇ ગોગદા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેણીના પતિ મોઇન મુસાફભાઇ ગોગદા  વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી છે. હુમલામાં ઘાયલ શહેનાઝબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પતિ, સાસુ, સસરા સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં મોટો નવ વર્ષનો અને તેનાથી નાનો સાત વર્ષનો છે. મારા પતિ ચીકનની દુકાન ચલાવે છે. મારા માવતર ભાવનગર ખાતે રહે છે. મારા લગ્ન દસ વર્ષ પહેલા થયા છે.

આજે સવારે હું અને મારા સાસુ હમીદાબેન તથા પતિ મોઇન ઘરે હતાં ત્‍યારે હું વોશીંગ મશીનમાં કપડા નાંખીને હોલમાં સોફા પર બેઠી હતી ત્‍યારે સાડા નવેક વાગ્‍યે પતિએ મારા ચારિત્ર્ય બાબતે શંકા કરી બોલાચાલી કરી હતી. મેં તેને આડુ અવળુ બોલવાીન ના પાડતાં તેણે હાથમાં રેહલી છરીથી હુમલો કરી મને આડેધડ ઘા મારતાં ડબા પગે ઘુંટણમાં, સાથળમાં અને જમણા પગે ઘુંટીથી ઉપરના ઘ્‍ભાગે ઇજાઓ થઇ હતી. આ ઉપરાંત ડાબા હાથની કોણી ઉપર પણ ઘા મારી દીધો હતો. હુમલો કરીને તે ભાગી ગયો હતો.

મારા સાસુ બાથરૂમમાં હોઇ તે બહાર આવતાં દેકારો મચાવતાં બાજુમાં રહેતાં જેઠાણી શાબેરાબેન સહિતના આવી જતાં મને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડી હતી. અહિ તબિબે છરીના ઘા ઉપર ટાંકા લીધા હતાં. પતિએ મારા ચારિત્ર્ય પર ખોટી શંકા કરી જેમતેમ બોલતાં તેને આવુ બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ છરીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. તેમ વધુમાં શહેનાઝબેને કહેતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડ, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો દાખલ કરાવી વિશેષ તપાસ હાથ ધરી છે. 

(3:11 PM IST)