<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સાત‘વાર' અને સાત ‘શિકાર' : રેલ્‍વે સ્‍ટેશનથી લઇ શેરીઓ સુધી ૭ દરોડામાં દારૂ સાથે ૭ કબ્‍જે

દિવાળીમાં ‘કમાઇ' લેવા દારૂના ધંધાર્થીઓ અને ‘સ્‍ટોક' કરી લેવા પ્‍યાસીઓ મેદાનમાં રેલ્‍વે પોલીસ,ક્રાઇમ બ્રાંચ,પી.સી.બી, થોરાળા, બી-ડીવીઝન અને યુનિવર્સિટી પોલીસની કાર્યવાહીઃ મોંઘીદાટ વ્‍હીસ્‍કી, વોડકાની બોટલો સાથે ટ્રેન અટેન્‍ડન્‍ટ સહિત ૭ ઝપટે ચડી ગયા

રાજકોટઃ તા.૩૦, દિવાળીના તહેવારનું કાઉન્‍ડાઉન શરૂ થઇ ચૂકયુ છે ત્‍યારે કમાઇ લેવા દારૂના ધંધાર્થીઓ મેદાનમાં આવી ગયા છે તો ‘સ્‍ટોક' કરી લેવા પ્‍યાસીઓ થનગની રહયા છે. આ વચ્‍ચે પોલીસ પણ દારૂની ‘રેલમછેલ' અટકાવવા કમર કસી રહી છે રેલ્‍વે સ્‍ટેશનથી લઇ શેરીઓ સુધીમાં પોલીસે ૭ સ્‍થળે દરોડા પાડી ટ્રેન એટેન્‍ડન્‍ટ સહિત સાત શખ્‍સોને વ્‍હીસ્‍કી, વોડકાની અલગ-અલગ રાજયના માર્કા સાથેની સામાન્‍ય ચપલાથી લઇ મોંઘીદાટ બોટલો સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

રેલ્‍વે પોલીસનાં પીઆઇ એચ.એમ. રાણાની રાહબારીમાં કોન્‍સ. દેવેન્‍દ્રભાઇ રામભાઇ અને સાગરભાઇ સહિતના સ્‍ટાફે રેલ્‍વે સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નં.૩ ઉપર એસ્‍કેલેટર સીડી પાસેથી બાતમીના આકારે ટ્રેન એટેન્‍ડન્‍ટ પ્રશાત અનિલભાઇ જેઠવા (ઉ.વ. રપ, રહે. ઇન્‍દીરા સોસાયટી, નવાગામ ઘેડ, જામનગર)ને ગોવાના માર્કા સાથેના રૂા.૧૬૮૦ ની કિંમતના વોડકાના ૪ કવાર્ટર સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડ કોન્‍સ. સંજયભાઇ અલગોતર, કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા અને નિકુંજભાઇ મારવીયા સહિતના સ્‍ટાફે નવાગામમાં શિવાજીપાર્ક નજીક કોમ્‍પલેક્ષ પાસેથી રૂા.૮૮ હજારના મોંઘીદાટ વ્‍હીસ્‍કીની ૧ર બોટલ સાથે જેનીલ મનીષભાઇ પાંભર (ઉ.વ. ર૦, રહે. અંબીકા પાર્ક, ૮૦ ફુટ રોડ, કુવાડવા રોડ)ને પકડી દારૂ અને ફોન સહિત રૂા.૧,૧૩ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચે નવાગામમાંથી ઉદય અશ્વીનભાઇ દુધરેજીયા (ઉ.વ.ર૦, ᅠરહે.નવાગામ, મામાવાડી)ને વ્‍હીસ્‍કીની રૂા.૩૯૦૦ ની ૩ બોટલ સાથે પકડી દારૂ અને બાકી સહિત રૂા. ૩૩હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ચોથા દરોડામાં પીસીબીનાં હેડ કોન્‍સ. વિજયભાઇ મેતા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા સહિતના સ્‍ટાફે ભાવનગર હાઇવે પર  વિઠ્ઠલવાવ ગૌશાળા પાસેથી લાલુ ઉર્ફે કચુ પ્રતાપભાઇ સોલંકી (ઉ.વ.ર૪, રહે. ભવાનીનગર)ને વ્‍હીસ્‍કીની ૬ બોટલ સાથે પકડી લીધો હતો.

પાંચમા દરોડામાં થોરાળા પોલીસના એએસઆઇ ભાવેશભાઇ વસેવલીયા, હેડ કોન્‍સ. અશોકભાઇ ભાલીયા સહિતે લાખાજીરાજ ઉદ્યોગનગરમાંથી વ્‍હીસ્‍કીના ૪ ચપલા સાથે હાર્દિક હસમુખભાઇ પરમાર (ઉ.વ. ર૪, રહ.ફ નાકરાવાડી)ને પકડી લીધો હતો.

છઠ્ઠા દરોડામાં બી-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ. એસ.ડી. સવાડીયા, કોન્‍સ. સંજયભાઇ જળુ સહિતના સ્‍ટાફે કુવાડવા રોડ પર કાળા ઝબલામાં રાજસ્‍થાનના માર્કા સાથેની વ્‍હીસ્‍કીનાં બે ચપલા સાથે અશોક પ્‍યારચંદર બાચેડા (ઉ.વ. ૩૪, રહે. ભગીરથ સોસાયટી, સંતકબીર રોડ)ને   પકડી લીધો હતો.

સાતમાં દરોડામાં યુનિવર્સિટી પોલીસના એએસઆઇ રમેશભાઇ વાઘેલા, કોન્‍સ. ઉમંગભાઇ જોષી સહિતનાં સ્‍ટાફે જયોતિનગર મેઇન રોડ પરથી કરણ સતીષભાઇ કોટેચા (ઉ.વ. રર, રહે. ગોપાલ ચોક, ભીડભંજન સોસાયટી મેઇન રોડ)ને પકડી વ્‍હીસ્‍કીની ૧ બોટલ અને સ્‍કુટર સહિત રૂા. ૪પ,૧૮૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો

(3:50 PM IST)