<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

વડનગરથી વારાણસી સુધીની 'સેવા સંકલ્પ યાત્રા'ના સેવા યાત્રીઓનું રાજકોટમાં ભવ્ય સન્માન : શહેર ભાજપ ઉપ-પ્રમુખ કૌશિક ચાવડા સહિતના આગેવાનોનું બહુમાન કરાયું

ગુજરાત સહ-સંગઠન પ્રભારી અરુણ બીનાડેના માર્ગદર્શન હેઠળ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા અને મહાનગર સંગઠન દ્વારા કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર : ભાજપના દિગ્ગજ પદાધિકારીઓ અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત

રાજકોટ: વડનગરથી વારાણસી સુધીની પ્રેરણાદાયી 'સેવા સંકલ્પ યાત્રા'માં જોડાયેલા તમામ સેવા યાત્રીઓનો સમર્પણ અને સેવાભાવ અનોખો રહ્યો છે. સમાજ સેવાના આ ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે રાજકોટ મહાનગર સંગઠન, પદાધિકારીઓ તેમજ રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા શહેર ભાજપ ઉપ-પ્રમુખ કૌશિક ચાવડા સહિતના સેવા યાત્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહથી કાર્યકરોનો સેવાભાવ વધુ સુદ્રઢ બન્યો છે અને ગુજરાત સહ-સંગઠન પ્રભારી અરુણ બીનાડેના માર્ગદર્શનથી તમામ કાર્યકર્તાઓ તથા સેવા યાત્રીઓમાં એક નવા ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર થયો છે.

દિગ્ગજ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિ:
આ ગૌરવવંતા પ્રસંગે રાજકોટ શહેરના પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રી યોગેન્દ્ર સિંહ જાડેજા, મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, ધારાસભ્યો સર્વે રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપડીયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષના નેતા સંજય સિંહ રાણા, દંડક હિરેનભાઈ ખીમાણીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવા યાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(2:21 PM IST)