<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સામાકાંઠે સેવાસેતુ કેમ્‍પ યોજાયોઃ વિવિધ યોજનાનો લાભ લેવા લોકો ઉમટયા

આગામી તા.૨૮ સોમવારના રોજ રણુજા મંદિર, કોઠારીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે : શહેરીજનોને લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા., ૨૫ : સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને ધ્‍યાને લઈ, નગરજનોને વ્‍યક્‍તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્‍યાને લઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૅસેવા સંકલ્‍પ અભિયાનૅ અંતર્ગત આજે તા.૨૫ ના રોજ સમય સવારે ૦૯.૦૦ થી બપોરના ૦૨.૦૦ કલાક સુધી વિધાનસભા-૬૮ (પૂર્વ) વિસ્‍તારમાં સંત વેલનાથ કોમ્‍યુનિટી હોલ, મોરબી રોડ ખાતે બારમાં તબક્કાનો ૅસેવા સેતુ શહેરીૅ કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં  ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ અધ્‍યક્ષ ડો.માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઇ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા, સ્‍થાનિક કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ, વોર્ડના અગ્રણીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ - કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં સેવા સેતુ કેમ્‍પનો લાભ લેવા આવેલ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત મહાનુભાવોન હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ત્‍યારબાદ સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહાનુભવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે સ્‍વાગત કોર્પોરેટરઓ  કંકુબેન ઉધરેજા અને રાજબેન માલવિયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે  વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્‍વરૂપે સહાય અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કોર્પોરેટર ભરતભાઇ લીંબાસીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

સેવા સેતુ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ત્‍યારબાદ સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહાનુભવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે સ્‍વાગત કોર્પોરેટરઓ  કંકુબેન ઉધરેજા અને રાજબેન માલવિયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે  વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્‍વરૂપે સહાય અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કોર્પોરેટર ભરતભાઇ લીંબાસીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેવાસેતુ કેમ્‍પમાં આધાર નોંધણી (૧૮ વર્ષથી વધુ વયજૂથ), આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ, બસ કન્‍સેશન પાસ-સીનીયર સીટીઝન, બસ કન્‍સેશન પાસ-સામાન્‍ય લોકો માટે, આયુષ્‍માન આ ઉપરાંત તા.૨૮-૦૯-૨૦૨૬, સોમવારના રોજ રણુજા મંદિર, કોઠારીયા ગામ અને તા.૦૧-૧૦-૨૦૨૬, ગુરુવારના રોજ કવિ અમળત ઘાયલ કોમ્‍યુનિટી હોલ, યુનિ. રોડ. ખાતે યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી  કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી ૅસેવા સેતુૅ કેમ્‍પમા પોતાના જ વિસ્‍તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્રોનો સ્‍થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્‍થિત રહી પ્રશ્રોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ અને અપીલ કરેલ છે.

(3:42 PM IST)