<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

યુવા પ્રતિભાઓને પ્રોત્‍સાહિત-પુરસ્‍કૃત કરતો સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્‍સવ હીરક સ્‍પંદનનો તા.૯ થી રંગારંગ પ્રારંભ

૯ર કોલેજોના ર૩૬૩ સ્‍પર્ધકોમાં ૩૩ ર્સ્‍પધામાં કૌશલ્‍ય ઝળકાવવા થનગનાટ

રાજકોટ, તા. ૭: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્‍તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહિત અને પુરસ્‍કળત કરવા તેમજ યુવાનોની શક્‍તિને પ્રગટાવતી વિવિધ સ્‍પર્ધાઓમાં હજારો સ્‍પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૫૦ મા સ્‍થાપના વર્ષની ઉજવણી પ્રસગે આ વર્ષે ૫૪ મો યુવક મહોત્‍સવ ‘હીરક સ્‍પંદન' નું આયોજન આગામી તા. ૦૯, ૧૦ અને ૧૧ ઓકટોબર એમ ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે યોજાનાર ૫૪ માં યુવક મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્ર યુત્રિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૯૨ કોલેજોના કુલ ૨૩૬૩ સ્‍પર્ધકો કલા, સાંસ્‍કળતિક અને સાહિત્‍ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી ૩૩ ઈવેન્‍ટસ માં સહભાગી થવા થનગની રહ્યા છે. યુવક મહોત્‍સવ ‘હીસ્‍ક સ્‍પંદન'નું ઉદઘાટન તા. ૦૯ ને શુક્રવારના ૧૧ કલાકે નવા ઓડીટોરીયમમાં લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે કરવામાં આવશે. આ પ્રસંગે ‘અતિથિ વિશેષ' તરીકે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ ઉપસ્‍થિત રહેશે. યુવક મહોત્‍સવમાં સ્‍પર્ધકોને પુરસ્‍કારમાં પ્રથમ આવનારને રૂા. ૨૫૦૦/- દ્વિતિયને રૂા. ૧૫૦૦/- અને તળતીયને રૂા. ૧૦૦૦/- રોકડ પુરસ્‍કાર, શીલ્‍ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્‍પર્ધાના પરિણામો ઈવેન્‍ટસ પૂર્ણ થયા બાદ દરરોજ સાંજે જાહેર કરવામાં આવશે.

આ યુવક મહોત્‍સવમાં સ્‍પર્ધકોને લગતા પ્રશ્નોના નિવારણ માટે એક લવાદ કમિટી તથા વિદ્યાર્થીનીઓને લગતા પ્રશ્નોના નિવારણ માટે ‘મહિલા કમિટી'ની રચના પણ કરવામાં આવી છે.

યુવક મહોત્‍સવના અંતિમ દિવસે સાંજે ૫:૦૦ કલાકે નવા ઓડીટોરીયમમાં સમાપન સત્ર રાખવામાં આવેલ છે અને આ સમારોહમાં ઈનામ વિતરણ કરવામાં આવશે.

યુવક મહોત્‍સવને સફળ બનાવવા માટે સૌરાષ્‍ટ્ર-યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યશ્રીઓ, એકઝીકયૂટીવ કાઉન્‍સિલના સભ્‍યશ્રીઓ, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, શારીરિક શિક્ષણ વિભાગ, શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે

(2:32 PM IST)