તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં જીકાસ હેલ્પ સેન્ટરનો પ્રારંભ

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ગુજરાતી ભવન તથા કોમ્પ્યુટર સેન્ટરમાં GCAS Help Center શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને GCAS Portal બાબતે મુશ્કેલી ન પડે એ માટે GCAS Help Centrer કાર્યરત થયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવન તથા કોમ્પ્યુટર સેન્ટરમાં GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને GCAS Portal માં ફોર્મ ભરવા કે અન્ય GCAS ની કામગીરીની પુરતી માહિતી મળી રહે અને કોઈ મુશ્કેલી હોય તો તેનું નિવારણ થાય એવા શુભ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center શરુ કરવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીઓ જરુર જણાય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center ની મુલાકાત લેવી. રજાના દિવસોમા_ GCAS Help Center બંધ રહેશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવા અપીલ કરેલ છે.
(3:49 PM IST)










