<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૬૦ મા સ્‍થાપના દિવસની ઉજવણી

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સૌપ્રથમ ધરમપુરના ઉતારામાં, ત્‍યારબાદ કાઠીયાવાડ જીમખાનામાં, ત્‍યારબાદ ભાડાના મકાનોમાં અને ત્‍યારપછી હાલ જે કેમ્‍પસ છે એ કેમ્‍પસમાં કાર્યરત થઈ શિક્ષણ અને સંશોધનની સાથે વિદ્યાર્થીઓના વિકાસની અવિરત જ્‍યોત જલાવી રહી છે કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલ જોશીએ યુનિવર્સિટીમાં ગત વર્ષે શરુ કરેલ પ્રકલ્‍પના અનુસંધાને કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને આ વર્ષે ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવામાં આવી.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા સ્‍થાપના દિવસે કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલ જોશીએ સરસ્‍વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુશ્રી અને આદ્યસ્‍થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં વિશેષ ફાળો આપનાર પૂર્વ કુલપતિશ્રી ડો. કનુભાઈ માવાણીને યાદ કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલ જોશીએ યુનિવર્સિટીમાં ગત વર્ષે શરુ કરેલ પ્રકલ્‍પના અનુસંધાને ૬૦ મા સ્‍થાપના દિવસે કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલ જોશી તથા કુલસચિવ ડો. અજયસિંહ જાડેજાના હસ્‍તે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને આ વર્ષે ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવી ‘‘પ્રશસ્‍તિ પત્ર'' અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં શૈક્ષણીક-બિનશૈક્ષણીક  કર્મચારીઓમાં ગુજરાતી ભવનના પ્રોફેસર ડો. દિપકભાઈ પટેલ, કોમ્‍પ્‍યુટર સાયન્‍સ ભવનના પ્રોફેસર ડો. અતુલભાઈ ગોંસાઈ, ઈલેક્‍ટ્રોનિક્‍સ ભવનના પ્રાધ્‍યાપકશ્રી ડો. કૌશિકભાઈ ઠુમ્‍મર, નાયબ કુલસચિવશ્રી ડો. જી.કે. જોશી તથા વિભાગીય અધિકારીશ્રી જયભાઈ ટેવાણીનું આજે સન્‍માન કરવામાં આવેલ હતુ.

(2:16 PM IST)