<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમત કથા પ્રસંગે ભવ્ય આયોજનઃ હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ ૧૧ અક્ષત કળશો રાજકોટમાં આગમન

તા. ૪ જૂન સાંજે ૬ વાગ્‍યે રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અક્ષત કળશનું ધાર્મિક અને સાંસ્‍કૃતિક મહત્‍વ ઉજાગર કરતી કળશ યાત્રા પદયાત્રા નીકળશે જેના દ્વારા સનાતન સેતુ હનુમંત કથામાં જોડાવવાનું નિમંત્રણ પાઠવવામાં આવશેઃ આજરોજપરમ પૂજ્‍ય સંત શ્રી ભક્‍તિ પ્રકાશ સ્‍વામી ખીરસરા ખાસ ઉપસ્‍થિતઃ રેસકોર્સ મેદાન ખાતે તા. ૫, ૬ અને ૭ જૂને પ. પૂ. શ્રી ધીરેન્‍દ્રકૃષ્‍ણ શાષાીજી મહારાજ (બાબા બાગેશ્વર ધામ) ના મુખ થી હનુમંત કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ

રાજકોટઃ ભારતીય સંસ્‍કૃતિમાં અક્ષત કળશને શુભ, સમૃદ્ધિ, પવિત્રતા અને મંગલકાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજન, કથા કે શુભ પ્રસંગની શરૂઆત અક્ષત કળશની સ્‍થાપના સાથે કરવામાં આવે છે. કળશમાં રહેલા અક્ષત(ચોખા)જીવનનું પ્રતિક છે, જ્‍યારે તેના ઉપર સ્‍થાપિત શ્રીફળ અને આમ્રપર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંદેશવાહક માનવામાં આવે છે.

 સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના મુખ્‍ય આયોજક અને સમિતિના અધ્‍યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ ખંભાયતા, (ડુનેક્ષ), આશિષભાઈ શુક્‍લ,રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિહ પરમાર, રમેશભાઈ શિગાળા, મંગેશભાઈ દેસાઈ; ડેનીશભાઈ આડેસરા ,વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, આપણી પવિત્ર પરંપરાને વધુ વ્‍યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી તા. ૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્‍યા થી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્‍ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યું છે.

બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્‍યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્‍યા છે. શોભાયાત્રા દરમિયાન તમામને અક્ષત (ચોખા) આપવામાં આવશે.

આ કળશ આજરોજ પરમ પૂજ્‍ય સંત શ્રી ભક્‍તિ પ્રકાશ સ્‍વામી ખીરસરા ના વરદ હસ્‍તે ઝોન વાઇસ વિતરણ કરવામાં આવેલ હતા. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે અને ઝોનવાઇઝ કળશ યાત્રાઓ યોજાશે. કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે  વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

વિવિધ ઝોનમાં યાત્રાનું આયોજન

અક્ષત કળશ યાત્રાના ઝોન-૧

 સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ એટલે કે VYO હવેલી ચોક  સામાજિક આગેવાનશ્રી  પ્રમુખ હિરેન ભાઈ, મૂંગલપરા, ફર્નાન્‍ડિઝ પાડલીયા સાથે શ્રીરામ યુવા ગ્રુપ, દ્વારકાધીશ યુવા ગ્રુપ દિનેશ ભાઈ મોરી,ગોવિદ ભાગસિનિયરસિટીઝન ,મવડી ચોકડી થી યાત્રા શરૂ થશે

ઝોન ૨: બાપાસીતારામ ચોકઃ હરીદર્શન સ્‍કૂલ સંસ્‍કાર સીટી પાછળનો ૮૦ નો રોડ મટુકી ચોક થી પાણી નો ટાંકો થી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી કોઠારીયા રોડ સમાજીક આગેવાન શ્રીમહેશ પીપળીયા જાણીતા મહિલા આગેવાન કિરણબેન હરસોડા, ચંદ્રિકાબેન રશ્‍મિબેન શાપરિયા

ઝોનઃ-૩ રૈયા રોડ રાધેશ્‍યામ ગૌશાળા શીતલ પાર્ક સામાજિક આગેવાનો શ્રીઅમીતભાઈ વૈષ્‍ણવ,  બાબાસેવાદળ શ્રી તરુણભાઈનિમાવત, શ્રીરવિરાજભાઈ રામાવત, શ્રીજીગ્નેશભાઈ રામાવત

ઝોન ૪:-સંકીર્તન મંદિર કાલાવડ રોડ આજુબાજુનો વિસ્‍તાર

સામાજિક આગળ શ્રી હસુભાઈ ભગદેવ ખોડીયાર મંદિર, સામાજિક આગેવાન શ્રીનિલેશભાઈ ભટ્ટ મહિલા આગેવાન કિરણબેન માકડિયા

શ્રીમૌલિકસિંહ વાઢેર શ્રીહિતેષભાઇ ભગદેવ .

ઝોનઃ-૫ સાધુ વાસવાણી રોર્ડં આજુબાજુનો વિસ્‍તાર સામાજિક આગેવાનશ્રી મનોજભાઈ પુરોહિત,સામાજિક આગેવાન શ્રીરણજીત કનાડા સામાજિક આગેવાન શ્રીબેચરભાઈ ઘોડાસર

ઝોન ૬:-પોપટપર્રાંવાલ્‍મિકી નગર

સામાજિક આગેવાન શ્રીસુનિલભાઈ ટેકવાણી મહિલા આગેવાન શ્રીઅલ્‍પાબેન દવે,,હેમુભાઈ પરમાર

ઝોનઃ૭ બોલ બાલાઃ મેઇન રોડ ગુંદાવાડી મેન રોડ આજુબાજુનો વિસ્‍તાર

ઝોનઃ-૮ રેલ નગર વિસ્‍તાર સામાજિક મહિલાઆગેવાન સામાજિક મહિલા આગેવાન શ્રી હેતલબેન મિષાી

ઝોન ૯:  રણછોડ વિસ્‍તાર

સામાજિક આગેવાન શ્રીહસુભાઈ કેરાલીયા

ઝોન૧૦: કોઠારીયા ગામ રણુજા મંદિર આજુબાજુ નો વિસ્‍તાર્રં

મહિલા આગેવાન શ્રીસોનલબેન સોમૈયા સામાજિક આગેવાન શ્રીહિતેશભાઈ રામાવત

સામાજિક આગેવાન શ્રીજીગ્નેશભાઈ રામાવત

ઝોનઃ ૧૧ચમત્‍કારિક હનુમાનજી મંદિર સોરઠીયા વાળી મેઇન રોડ હુડકો વિસ્‍તાર

સામાજિક આગેવાન શ્રીમહાવીરસિંહ જાડેજા, સામાજિક આગેવાન શ્રી ગિરિરાજસિંહ

ઝોનઃ-૧૨અમુલ સર્કલ, ભાવનગર રોડ ખોડીયાર પરા આજુબાજુનો વિસ્‍તાર પંકજભાઈ સુરેશભાઈ પાટીલ

કળશ યાત્રામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લેશે. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્‍વજ, સાંસ્‍કૃતિક ઝાંખીઓ અને આધ્‍યાત્‍મિક સંદેશો દ્વારા સનાતન સંસ્‍કૃતિના મૂલ્‍યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ આયોજનનો મુખ્‍ય ઉદ્દેશ સમાજમાં આધ્‍યાત્‍મિક ચેતના જગાવવાનો, પારિવારિક અને સામાજિક એકતા મજબૂત બનાવવાનો તેમજ ભારતીય સંસ્‍કૃતિના ગૌરવને ઉજાગર કરવાનો છે. અક્ષત કળશ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને એક સૂત્રમાં બાંધતી સાંસ્‍કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહેશે.

આયોજકો દ્વારા રાજકોટના તમામ ધર્મપ્રેમી નાગરિકોને કળશ યાત્રામાં સહભાગી બની આ ભવ્‍ય ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(2:20 PM IST)