<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સૌરાષ્‍ટ્ર - રાજકોટના જૂના જોગી

તાજેતરમાં  દિલ્‍હી ખળે કેન્‍દ્રિય કેબીનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી.સી.આર.પાટીલને  મળવા રાજકોટના એક સમયના ધુરંધરો શ્રી નિતિન ભારદ્વાજ, શ્રી ભારત બોઘરા, શ્રી મુકેશ દોશી અને શ્રી જયમીન ઠાકર ગયા હતા તે સમયની તસ્‍વીર. ચારેય નેતાઓનું સૌરાષ્‍ટ્ર અને રાજકોટમાં એક સમયે મહતવનું પ્રદાન રહયું હતું, રાજકોટના વિકાસમાં અને અમુક નેતાઓ વિવાદમાં પણ છવાયેલ રહેલ. સમય - સંજોગો અને સ્‍થિતિનો તકાજો પણ  કયારેક અચંબામાં મૂકી દયે તેવી સ્‍થિતિ સર્જતો હોય છે. એક સમયે આમને - સામનેની  સ્‍થિતિમાં રહેલા આ નેતાઓ આજે એક સાથે સસ્‍મિત વદને જોવા મળતા સૌરાષ્‍ટ્રના રાજકારણમાં આવી રહેલા મહત્‍વના ફેરફારોના ઉથલપાથલના એંધાણ આપે છે. આ તસ્‍વીર ઘણું ઘણું કહી જાય છે. સમજદારો કો ઇશારા કાફી....

(2:40 PM IST)