<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મ સમાજનું શનિ-રવિ મહાઅધિવેશન

સમાજની એકતા, પ્રગતિ અને વિકાસના મુદ્દે થશે વિચારમંથનઃ સાંસ્‍કળતિક લોકડાયરાથી ૧૦મીએ સજશે, નવા હોદ્દેદારોની વરણી

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બહ્મ સમાજ, રાજકોટ જિલ્લા દ્વારા સમાજના ભાઈ-બહેનોને એક મંચ પર લાવી સમાજની એકતા,પ્રગતિ અને વિકાસ અંગે વિચાર વિમર્શ કરવા માટે ૨૮મું ભવ્‍ય મહાઅધિવેશન તા. ૧૯ અને ૨૦ સપ્‍ટેમ્‍બર (શનિ-રવિ) રાજકોટ ખાતે યોજાશે. આ  ઐતિહાસિક મહાઅધિવેશનના યજમાન તરીકે રાજકોટની પસંદગી કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. મહાઅધિવેશનમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિવિધ શહેરોમાંથી સમાજના પ્રતિનિધિઓ, આગેવાનો, સંતો-મહંતો તથા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સમાજના ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહી,સમાજના વર્તમાન પ્રશ્‍નો, વિકાસની નવી દિશાઓ તથા સંગઠનની મજબૂતી અંગે મહત્‍વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

તા. ૧૯ ના શનિવારે સાંજે ૪  કલાકે મુખ્‍ય સમિતિના આમંત્રિત મહેમાનોનું આગમન થશે. સાંજે ૪:૩૦ કલાકે વિચારવિમર્શ સમિતિની બેઠક યોજાશે.સાંજે ૭ થી ૯  કલાક સુધી બ્રહ્મભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે ૯ થી ૧૨ કલાક સુધી ભવ્‍ય સાંસ્‍કળતિક લોકડાયરો યોજાશે,આ પ્રસંગે વિશ્વવિખ્‍યાત સાગરભાઈ રાવલ તથા હરેશદાન સૂરુ દ્વારા વિશેષ સાંસ્‍કળતિક ડાયરો રજૂ કરવામાં આવશે.

  તા. ૨૦  ના રવિવારે સવારે ૯ કલાકે દીપ પ્રાગટય સાથે મહાઅધિવેશનના મુખ્‍ય કાર્યક્રમના પ્રારંભ થશે.સવારે ૧૦ કલાકે વિવિધ શહેરોમાંથી આવેલા પ્રતિનિધિઓ તથા નવનિયુક્‍ત પ્રમુખોનું સન્‍માન કરવામાં આવશે. સવારે ૧૦:૩૦ કલાકે મુખ્‍ય મહેમાનોનું સન્‍માન તથા ૧૧ કલાકે સંતો-મહંતોનું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવશે.

  ત્‍યારબાદ વિચારવિમર્શ સમિતિ માં ટ્રસ્‍ટી મંડળ દ્વારા વિવિધ મહત્‍વપૂર્ણ ઠરાવો કરેલ હોય તેની જાહેરાત કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે,બહારગામથી આવનાર માટે રહેવા-ઉતારાની વ્‍યવસ્‍થા પાટી પ્‍લોટ ઉપર રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

મહાઅધિવેશનનું આયોજન અવસર પાર્ટી પ્‍લોટ, જામનગર રોડ, પરાપીપળિયાના પાટિયા નજીક, રેલવે ફાટક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે

આ ઐતિહાસિક મહાઅધિવેશનને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટી મીલન ભાઇ શુક્‍લ તથા પ્રમુખ પંકજભાઈ રાવલ તથા ભુપતભાઇ પંડિયા મોરબી, ચીંતનભાઇ ભટ્ટ મોરબી, અજયભાઇ સાતા નીરંજનભાઇ દવે, અમીતભાઇ ખીરા, રાજુભાઇ દવે, શૈલેષભાઇ દવે વિજયભાઇ દવે, જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:29 PM IST)