News of Saturday, 5th September 2026
કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં સતિષ, તેના ભાઇ લાલપત્તી અને પિતા ધનજીભાઇ પર બીટુનો પિતા-મામા સાથે મળી છરી, હથોળી, સળીયાથી હુમલો
સતિષનો ભાઇ બીટુના મામાની દિકરી સાથે ફોનમાં વાત કરતો હોવાનો આક્ષેપ મુકી હુમલો કરાયોઃ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી

રાજકોટઃ આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ શીતળાધાર ૨૫ વારીયા, સરદાર ગોૈશાળા પાછળ શેરી નં. ૫માં રહેતાં અને છુટક મજૂરી કરતાં મુળ બિહારના ખવાસપુરાના સતિષ ધનજીભાઇ બીન (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી બીટુ, બીટુના પપ્પા અને બીટુના મામા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સતિષ બીન સવારે ઘરે હતો ત્યારે નાનો ભાઇ રાજદેવ રડતો રડતો ઘરે આવ્યો હતો. તેને શું થયું પુછતાં કહ્યું હતું કે હું શેરીમાં મોટર સાકઇલ ચલાવીને જતો હતો ત્યારે બીટુએ મારુબ વાહન તેના ઘર પાસે ઉભુ રખાવી મને ખેંચીને નીચે પડછાડી દેતાં ઇજા થઇ છે. આથી સતિષે પોતાના પિતા અને ભાઇ લાલપત્તીને ફોન કરી બોલાવ્યા હતાં અને બધા સાથે મળી બીટુના ઘરે સમજાવવા જતાં બીટુ, તેના પિતા અને મામાએ સાંભળ્યા વગર જ ઝઘડો ચાલુ કરી છરીથી હુમલો કરી દીધો હતો. તેમજ લોખંડના સળીયા અને હથોડીના ઘા ફટકાર્યા હતાં. જેમાં સતિષ તેમજ તેના પિતા ધનજીભાઇને અને ભાઇ લાલપત્તીને પણ ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતાં.
આ બનાવનું કારણ એવુ છે કે બીટુ અને તેના મમ્મીએ સતિષના ઘરે આવી કહેલું કે તમારાો ભાઇ રાજદેવ અમારી ભાણેજ સાથે ફોન પર વાત કરે છે તેને સમજાવી દેજો. આથી સતિષે તેનો ભાઇ કોઇ સાથે વાત નથી કરતો તેમ કહેતાં બોલાચાલી થઇ હતી. બાદમાં ખાર રાખી રાજદેવને બાઇક પરથી પછાડી મારકુટ કરાઇ હતી. આ અંગે સમજાવવા જતાં સતિષ, તેના ભાઇ લાલપત્તી અને પિતા પર હુમલો થયો હતો. પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો નોંધ્યો હતો.
(11:40 AM IST)










