તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
સર્વેશ્વર ચોક કા રાજા' : રજવાડી થીમ પર બિરાજમાન ગણપતિ દાદાના દર્શન : મહાઆરતી

રાજકોટ : સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનો ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. ‘સર્વેશ્વર ચોક કા રાજા' તરીકે જાણીતા ગણપતિ દાદાને આ વર્ષે રજવાડી થીમ પર ભવ્ય શણગાર સાથે બિરાજમાન કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસથી જ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ગણેશમય બન્યો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુંદાળા દેવની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રજવાડી થીમના આકર્ષક શણગાર વચ્ચે બિરાજમાન ગણપતિ દાદાનું સ્વરૂપ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રથમ દિવસે અનેક ભાવિકોએ દાદાના દર્શન કરી સુખ, સમળદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. દરરોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(3:28 PM IST)










