તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 10th July 2026
મોવિયાની ખાનગી પાંજરાપોળ અને રાજકોટની બ્લડ બેંકને પંચાયતમાંથી દાન આપવા બદલ સરપંચ સસ્પેન્ડ
રાજકોટ ડી.ડી.ઓ.ની લાલ આંખઃ લાખોના વ્યવહારમાં નિયમ ભંગ : રાજકીય અગ્રણીની ભૂમિકા શંકાસ્પદ

રાજકોટઃ તા.૮: ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ગામની ખાનગી પાંજરાપોળ અને રાજકોટની ખાનગી બ્લડ બેંકને નીતિ-નિયમ વિરૂધ્ધ દાન- સહાય આપવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં વખતોવખતની સુનાવણીના અંતે આખરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ સતાના દુરૂપયોગ થયાનું તારણ કાઢી તે માટે જવાબદાર મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને હોદા પરથી દુર કરવાનો હુકમ કર્યો છે. સમગ્ર પ્રકરણમાં હાલ ભાજપ સાથે જોડાણ ધરાવતા એક જાણીતા અગ્રણીની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ચર્ચા રહયુ છે.
જાણવા મળેલ વિગત મુજબ ગ્રામ પંચાયત દ્વારા મોવિયાની ગુજરાત પાટીદાર ગોૈ સેવા જીવદયા સંસ્થા તરીકે ઓળખાતી ગામની ખાનગી પાંજરાપોળને સરપંચે માત્ર પ્રમુખ સ્થાનેથી ઠરાવથી કોઇપણ જાતની વહીવટી પ્રતિમાને અનુસર્યા કરેલ ઉપરાંત સરપંચ દ્વારા નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ખાનગી બ્લડ બેંકને વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં રૂપિયા એક-એક લાખના વાઉચરથી દાન આપેલ હોવાનું જણાતુ હોવાનું ડી.ડી.ઓ.એ નોંધ્યુ છે. ગ્રામ પંચાયતના નાણાનો કરકસરથી ઉપયોગ કરવાની બદલે નાણાકીય નુકશાની થાય તે રીતે વ્યવહાર કર્યાનુંઅને સરકારના નાણાકીય ઓૈચિત્યના નિયમોનું ઉલ્લંઘન થયાનું સ્પષ્ટ થતા સરપંચ કંચનબેન ખૂટને પદ પરથી દુર કરતો હુકમ તા.૯ જુલાઇએ કર્યા છે. સ્વભંડોળમાંથી નાણા ખર્ચવાના નિયમોનું પાલન આ કિસ્સામાં ન થયાનું તારણ હુકમમાં દર્શાવેલ છે.
(3:28 PM IST)










