News of Thursday, 30th July 2026
રાજકોટથી દવા લઇ સરધારના પ્રોૈઢનું રસ્તામાં તબિયત બગડયા બાદ મોત
દિકરા સાથે કારમાં હતાં ત્યારે ગભરામણ થવા માંડીઃ સારવારમાં દમ તોડયોઃ ફૂટવેરની દુકાન ચલાવતાં

રાજકોટ તા.૩૦: સરધારમાં હરિદ્વાર સોસાયટી બ્લોક નં. ૧૦માં રહેતાં પ્રફુલચંદ્ર છોટાલાલ વાળા (ઉ.વ.૫૭) નામના પ્રોૈઢને પેટમાં દુઃખાવો થતાં દિકરા હાર્દિકભાઇ સાથે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં બતાવવા આવ્યા બાદ બંને કારમાં પરત જતાં હતાં ત્યારે રસ્તામાં તબિયત બગડતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર પ્રફુલચંદ્ર ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે સરધારમાં શ્રીજી ફૂટવેર નામે દુકાન ચલાવતાં હતાં.
બેભાન થઇ જતાં વિજયસિંહ જાડેજાનું મૃત્યુ
બીજા બનાવમાં ઇન્દિરા સર્કલ નજીક શીવસંગમ એપાર્ટમેન્ટ-૩માં અશ્વમેઘ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં વિજયસિંહ અરૂણસિંહ જાડેજા (ઉ.વ.૬૦) આફ્રિકા કોલોની નજીક જલારામ પ્લોટ-૨માં મહાદેવના મંદિર નજીક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હૃદય રોગનો હુમલો આવી ગયાનું ખુલ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:32 PM IST)










