<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

બે મહિનાથી ગૂમ દિકરીનો પત્તો ન મળતાં જસદણમાં સંજયભાઇએ ઝેર પીધું

ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા

રાજકોટ તા. ૨૬: જસદણમાં જી. કે. ડાયમંડ નજીક રહેતાં સંજયભાઇ કડવાભાઇ વડોદરા (ઉ.વ.૪૫) નામના આધેડ રાતે દસેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. સંજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે અને છુટક કામ કરે છે. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ એક સગીર વયની દિકરી બે મહિના પહેલા ગૂમ થઇ ગઇ છે જેનો હજુ સુધી પત્તો નથી. દિકરી કંપનીમાં કામે જતી હોઇ ત્‍યાં જ સાથે કામ  કરતો શખ્‍સ ભગાડી ગયાની બાદમાં તેમને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. બે મહિના પછી પણ દિકરીનો પત્તો ન મળતાં તેમણે દુઃખી થઇ આ પગલુ ભર્યુ હતું. તેમ વધુમાં સગાએ જણાવતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:39 AM IST)