<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જુના યાર્ડ પાસે સર્ર્વિસ સ્‍ટેશને સંજયને ભાવેશે ઘુસ્‍તાવી નાંખ્‍યો

વાહન ધોતી વખતે પાણી-ગારો ઉડતાં ધ્‍યાન રાખવાનું કહેતાં આડેધડ ઢીકાપાટા મારતાં સારવાર માટે દાખલ થવું પડયું

રાજકોટ તા. ૨૪: જુના માર્કેટ યાર્ડ નજીક દ્વારકાધીશ સોસાયટી-૫માં ખટારા સ્‍ટેન્‍ડ નજીક રહેતાં સંજયભાઇ ભીખુભાઇ સંખેરીયા (ઉ.વ.૪૦) નામના યુવાનને તે યાર્ડ નજીક સર્વિસ સ્‍ટેશન ખાતે હતો ત્‍યારે અહિ વાહન ધોઇ રહેલા અન્‍ય કર્મચારી ભાવેશે ઝઘડો કરી ઢીકાપાટુનો આડેધડ માર મારતાં મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.

સંજયભાઇના કહેવા મુજબ પોતે વાહનની સર્વિસ કરતો હતો ત્‍યારે ભાવેશ પણ બીજુ વાહન ધોતો હતો, તે વખતે તેણે નળીનો સ્‍પ્રે કરતાં ગારો મને ઉડતાં મેં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં ઉશ્‍કેરાઇ જઇ મારામારી કરી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:28 PM IST)