News of Saturday, 30th May 2026
પ્રોફેશનલ હેર સલૂનમાં સંજય પાડલીયા પર કડા, પટ્ટાથી હુમલો
બાલાજી હોલ સામે ખીજડાવાળા રોડ પર બનાવ અગાઉ એક મહિલા સાથે વાતચીતના સંબંધ હોઇ મનદુઃખમાં હુમલો થયાનું કથન

રાજકોટ તા. ૩૦: મવડી ચોકડી શ્રીનાથજી સોસાયટી-૧૦માં રહેતો સંજયભાઇ રાજેશભાઇ પાડલીયા (ઉ.વ.૩૨) નામનો યુવાન સાંજે ખીજડાવાળા રોડ પર બાલાજી હોલ સામે પ્રોફેશનલ હેર સલૂન નામની પોતાની દુકાને હતો ત્યારે આ વિસ્તારમાં રહેતાં એક શખ્સે અજાણ્યા શખ્સો સાથે આવી હાથમાં પહરેલા કડાથી અને કમર પટ્ટાથી સંજયભાઇને બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
સંજયભાઇએ કહ્યું હતું કે પોતે પરીણીત છે અને બે સંતાન છે. થોડા મહિના પહેલા દુકાન પાસેથી આવ-જા કરતાં એક મહિલા સાથે તેને પરીચય થયો હતો અને વાતચીત કરતાં હતાં. જો કે ઘણા દિવસો પહેલા આ બધુ બંધ થઇ ગયું હતું. દરમિયાન આ વાતનો જુનો ખાર રાખી પોતાના પર હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:40 PM IST)










