<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ભુણાવાના સંજયએ રાજકોટમાં પાણકો મારી સસરા રઘુભાઇનો હાથ ભાંગી નાંખ્‍યો

પાણો મારી હાથ ભાંગી નાંખ્‍યોઃ વળતા હુમલામાં પોતે પણ ઘાયલ થયોઃ પત્‍નિ શિતલ ઉર્ફે બાવલી રાજકોટ રિસાઇને આવીને બાલાજી મંદિર પાસે ભિક્ષાવૃતિ કરતી હોઇ તેને મળવા આવતાં માથાકુટ

રાજકોટ તા. ૧૭: ગોંડલના ભુણાવા ગામે રહેતાં યુવાનની પત્‍નિ માથાકુટ થતાં રિસાઇને બાળકોને લઇને રાજકોટ આવી ગઇ હોઇ અને હાલ કરણસિંહજી બાલાજી મંદિરની ફૂટપાથ પાસે રહી ભિક્ષાવૃતિ કરતી હોઇ આ યુવાન પત્‍નિ, બાળકોને મળવા આવતાં અહિ તેને સસરા સાથે માથાકુટ થતાં એક બીજા પર પાણકા-છરીથી હુમલો થતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં સસરાનો હાથ ભાંગી ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ ભુણાવા રહેતાં રઘુભાઇ બચુભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.૬૩) ગત સાંજે રાજકોટ કરણસિંહજી બાલાજી મંદિર નજીક પોતાની દિકરી શિતલ ઉર્ફે બાવલી અને તેણીના બાળકો સાથે બેઠા હતાં ત્‍યારે ભુણાવાથી તેનો જમાઇ સંજય આવ્‍યો હતો અને ઝઘડો કરી ગાળો દઇ પાણકાથી હુમલો કરતાં રઘુભાઇના હાથમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. તેણે આક્ષેપ કર્યો હતો કે મારી દિકરી શિતલને તેનો પતિ સંજય મારકુટ કરતો હોઇ દિકરી શિતલ બાળકોને લઇ મારી પાસે આવી ગઇ હતી. તે બાલાજી મંદિર પાસે ભિક્ષાવૃતિ કરે છે. સાંજે જમાઇ અચાનક ભુણાવાથી આવ્‍યો હતો અને ઝઘડો કરી મારામારી કરી હતી. દિકરીને બચાવવા હું વચ્‍ચે  પડતાં મને  પાણકો મારી દેતાં હાથ ભાંગી ગયો હતો. સામા પક્ષે સંજય ભીમાભાઇ મકવાણા (ઉ.વ.૨૭) પણ પોતાને સસરા રઘુભાઇએ કરણસિંહજી બાલાજી મંદિર પાસે છરીથી ઇજા કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થયો હતો. સંજયના કહેવા મુજબ પોતે પત્‍નિ, બાળકોને મળવા આવતાં સસરાએ માથાકુટ કરી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી

 

(11:39 AM IST)