<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

કીટીપરામાં સંદિપ કુવાડીયા પર ત્રણ શખ્‍સનો હુમલોઃ છાતીમાં છરી ઝીંકી

રાજકોટ તા. ૭: જંકશન પ્‍લોટ ગાયકવાડી પાસે કીટીપરામાં રહેતાં સંદિપ રાજેશભાઇ કુવાડીયા (ઉ.વ.૧૯) નામના યુવાનને ઘર નજીક જયદીપ, કરણ, જીતુ સહિતે ઝઘડો કરી છાતીમાં છરી મારી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

સંદિપ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાનો અને અપરિણીત છે. તે ભંગાર વીણવાનું કામ કરે છે. તેના કહેવા મુજબ ગઇકાલે તેના કુટુંબી ભાઇ અજય સાથે સામેવાળાને ઝઘડો થયો હતો. આજે સંદિપ ઘર પાસેથી નીકળ્‍યો ત્‍યારે આ શખ્‍સોને શંકા ઉપજી હતી કે અજય સાથે આ સંદિપ પણ મળેલો છે. જેથી ખાર રાખી હુમલો કર્યો હતો. પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:29 PM IST)