News of Thursday, 3rd September 2026
કૃષ્ણને વંદન વારંવાર, જન્મોત્સવનો હૈયે હરખ અપરંપારઃ સંજય ચાવડા
ધર્મસભા, ધર્મયાત્રા અને મટકી ફોડમાં જોડાવા કોર્પોરેટરની અપીલ

રાજકોટ તા. ૩ :.. વોર્ડ નં. પ ના ભાજપના યુવા કોર્પોરેટર શ્રી સંજય એ. ચાવડાએ વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે શુક્રવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતે યોજાનાર જન્માષ્ટમીની ધર્મસભા તેમજ ત્યારબાદ યોજાનાર ધર્મયાત્રા અને રાત્રે મ્યુ. કોર્પોરેશન દ્વારા ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં યોજાનાર મટૂકી ફોડ કાર્યક્રમમાં જોડાવા કૃષ્ણ ભકતોને અપીલ કરી છે.
શ્રી સંજય ચાવડાએ જણાવ્યું છે કે, મધુરાધિપતિ મધુસુદનનું વ્યકિતત્વ મનમોહક છે. શ્રી કૃષ્ણ પ્રેમ અને શાંતિના પક્ષધર રહ્યા છે. વાંસળી અને સુદર્શન ચક્રનું તેમણે અદ્્ભૂત સંતુલન કર્યુ છે. તેમના ઉપદેશનો માનવ જાત પર ખૂબ પ્રભાવ છે. પરમાત્માનું પ્રાગટય પર્વ પ્રેરણારૂપ છે. ધર્મનો રથ હોય, અભયનું કવચ હોય, શ્રધ્ધાની ઢાલ હોય, અનુભવની સેના હોય, આત્મ વિશ્વાસના શષા હોય, કૃષ્ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય, અને સ્વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ... જીવનરથની લગામ જન્માષ્ટમીએ શ્રી હરિને સોંપવાનું આ જ અમૃત ચોઘડિયું છે.
(1:43 PM IST)










