News of Wednesday, 4th November 2026
ગવલીવાડમાં રહેતાં સલિમભાઇ દલવાણીનું હૃદય બેસી જતાં મૃત્યુ
રાતે બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડાયા પણ સારવાર કારગત ન નિવડીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૪: મોટી ટાંકી નજીક કોટક સ્કૂલ પાસે રહેતાં પ્રોૈઢનું હૃદય બેસી જવાથી મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ગવલીવાડ શેરી નં. ૧૧માં રહેતાં સલિમભાઇ દાદુભાઇ દલવાણી (ઉ.વ.૫૮)એ રાતે પોતાની તબીયત બગડી હોવાનું કહ્યા બાદ આંચકી ઉપડતાં અને બાદમાં તેમણે પરિવારજનોને હવે મારું પુરૂ થઇ ગયું...તેમ કહેતાં પરિવારજનોએ તુરત જ સારવાર માટે ખસેડવા ૧૦૮ બોલાવી હતી. પરંતુ એ પહેલા તેઓ બેભાન થઇ ગયા હતાં. તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરી હતી.
સગાના કહેવા મુજબ સલિમભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે દરેક પ્રકારની છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્યતા સગાએ જણાવી હતી. પોલીસે મોતનું ચોકકસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
(2:10 PM IST)










