<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ગાંધી જયંતીએ રાજકોટમાં માંસ,મટન, મચ્‍છી અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ

આગામી ૨ ઓક્‍ટોબરે કતલખાનાં બંધ રાખવા તેમજ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજકોટ, તા.૨૯: આગામી તા. ૨ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધી જયંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલાં તમામ પ્રકારનાં કતલખાનાં બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ઈંડાનું વેચાણ તથા વેપાર કરવા પર ઙ્કતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

મહાનગરપાલિકાનીએ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંબંધિત તમામ ધંધાર્થીઓને તેનું ચુસ્‍તપણે પાલન કરવા જણાવ્‍યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્‍ટ-૧૯૪૯ની કલમ ૩૭૬ અને ૩૩૫ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અનુસાર પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આથી શહેરના તમામ સંબંધિત વેપારીઓ અને ધંધાર્થીઓએ જાહેરનામાની ગંભીરતાથી નોંધ લઈ તા. ૨ ઓક્‍ટોબરે માંસ, મટન, મચ્‍છી અને ઈંડાનું વેચાણ તથા વેપાર સંપૂર્ણપણે બંધ રાખવા  મહાનગરપાલિકા તંત્રએ  અનુરોધ કર્યો છે.

(3:10 PM IST)