તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સલાડ સ્ટુડીયો દ્વારા શુક્રવારે બાળકો માટે હેલ્ધી હેબિટસ વર્કશોપ : બહેનો માટે મોકટેલ એકટીવીટી

રાજકોટ તા. ૫ : સલાડ સ્ટુડીયોના ફાઉન્ડર દર્શનાબેન, કુકીંગ એકસપર્ટ નમ્રતાબેન કામદાર અને કુકીંગ એકસપર્ટ ઝંખનાબેન કોઠારી દ્વારા આગામી તા. ૮ ના બાળકો માટે હેલ્ધી હેબિટસ વર્કશોપ તેમજ મહિલાઓ માટે મોકટેઇલસ મેકીંગ એકટીવીટીનું આયોજન કરાયુ છે.
‘બ્લીંગસ ગેલેરી, ડો. યાજ્ઞીક રોડ ખાતે તા. ૮ ના શુક્રવારે યોજાયેલ આ વર્કશોપમાં વારે ૧૦ થી ૧૨ બાળકો માટે રેઇનો ચાટ, ફ્રુટ કેક, ફુડ ગેમ્સ વગેરે એકટીવીટી કરાવાશે. જયારે ૧૧.૩૦ થી ૧૨ના સેસશન દરમિયાન મમ્મીઓ માટે મોકટેઇલ મેકીંગ એકટીવીટી કરાવાશે.
આ વર્કશોપ દરમિયાન રણભૂમિ મૂવીના હીરોઇન શીતલબેન પટેલ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધારશે.
વર્કશોપમાં જોડાવા રૂ.૫૯૯ ટોકન ફી રાખેલ છે. ભાગ લેવા અને વધુ માહિતી માટે મો.૯૯૨૫૦ ૧૫૪૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઝંખનાબેન કોઠારી (મો.૯૪૨૮૨ ૭૪૯૬૧) અને નમ્રતાબેન કામદાર (મો.૭૯૮૪૬ ૩૮૭૮૨) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:57 PM IST)










