<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સાહિત્‍ય સેતુ રાજકોટ પ્રેરિત ‘રસિકભાઈ મહેતા પુસ્‍તક પરબ'ના છઠ્ઠા સ્‍થાપના દિવસની ગરીમાપૂર્ણ ઉજવણી

પુસ્‍તક દાતા, પુસ્‍તક મિત્ર, સક્રિય કાર્યકર્તાઓનું સન્‍માન

રાજકોટ તા. ૨૪ : દીકરાનું ઘર વળદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્‍યિક પ્રવળત્તિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ રાજકોટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે રાજકોટ શહેરમાં વાંચન જાગળતિ અભિયાન અંતર્ગત પુસ્‍તકપ્રેમીઓને વાંચન માટેનું મંચ પૂરું પાડવાના શુભાશયથી કાલાવડ રોડ પર આવેલ કોટેચા ગર્લ્‍સ સ્‍કૂલમાં રસિકભાઈ મહેતા પુસ્‍તક પરબ યોજવામાં આવે છે.

આ પુસ્‍તક પરબની પાંચ વર્ષની સફર પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગરીમાપૂર્ણ કાર્યક્રમ સાહિત્‍યકારો, સાહિત્‍યપ્રેમીઓ, પુસ્‍તકપ્રેમીઓ, શુભેચ્‍છકોના મેળાવડા વચ્‍ચે યોજવામાં આવેલ.

કાર્યક્રમનો પ્રારંભ સરસ્‍વતી વંદનાથી માં શારદાની સ્‍તુતિથી કરવામાં આવેલ. પુસ્‍તક પરબના ૬૦ મણકાની સફળ સફરના પ્રતિક રૂપે શહેરના મેયર ડો. નેહલભાઈ શુક્‍લ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ડો.હિરેન ખીમાણીયા તેમજ ઉપસ્‍થિત વાચકો, સાહિત્‍ય પ્રેમીઓ સંસ્‍થાના કાર્યકર્તાઓના હસ્‍તે ૬૦ દીવડા પ્રગટાવી કાર્યક્રમનું દીપ પ્રાગટય કરવામાં આવેલ.

સંસ્‍થા દ્વારા કાર્યક્રમમાં પધારેલા દરેક મહેમાનો, પુસ્‍તકપ્રેમીઓ, શુભેચ્‍છકો સૌ કોઈનું કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી, પુસ્‍તક આપી, મીઠુ મોઢુ કરાવીને હૃદયપૂર્વક કુમારીકાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ.

પુસ્‍તક પરબ પ્રવળતિમાં શરૂઆતથી સહયોગ આપનાર પુસ્‍તક પરબ મિત્ર પુસ્‍તકોના દાતા પુસ્‍તકો ભેટ આપનારા ભાગ્‍યેશ વોરા, પરેશભાઈ પંડ્‍યા, ચિરાગ ધામેચા, હસમુખભાઈ રામદેપુત્રાનું સ્‍વાગત જાણીતા કવિ નીતિન વડગામા, દિલીપ જોશી, શૈલેષ ટેવાણી, નટવર આહલપરાના હસ્‍તે કરવામાં આવેલ.

પુસ્‍તક પરબના દરેક મણકામાં પાંચ વર્ષ નિયમિત પુસ્‍તક લેવા આવનાર પુસ્‍તકપ્રેમીઓ, વાંચનપ્રેમીઓ મધુકર માંકડ, અશોકભાઈ ગોહેલ, રમેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ગજ્જર, શકીનાબેનનું ગોપાલભાઈ માકડિયા, ગીરીશભાઈ કડવાણી, ડો. રમેશભાઈ ભાયાણી, કૌશિકભાઈ ટાંક, લાભશંકર ભરાડના હસ્‍તે સ્‍વાગત કરવામાં આવેલ.

પુસ્‍તક પરબ સતત પાંચ વર્ષ સુધી જેમના થકી અવિરત ધબકતુ રહ્યુ એવા સંસ્‍થાના નિષ્‍ઠાવાન કાર્યકર્તાઓ સુધીર દત્તા, નૈસધભાઈ વોરા, જયેન્‍દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોશી, દિનેશભાઈ ગોવાણી, ઉપમન્‍યુ રાવલ, વિપુલભાઈ ભટ્ટનું મેયર ડો.નેહલ શુક્‍લના હસ્‍તે સ્‍મળતિભેટ આપી બહુમાન કરવામાં આવેલ અને નિઃસ્‍વાર્થ સેવાઓને બિરદાવેલ.

પુસ્‍તક પરબના છઠા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શુભકામનાઓ પાઠવવા શહેરના કવિઓ, લેખકો, સર્જકો લલિત ત્રિવેદી, હર્ષદ દવે, ધર્મેન્‍દ્રસિંહ રાઠોડ, વી. ડી. વઘાસિયા, બાલેન્‍દુ જાની, મયુર અજારિયા, નિલેશ પંડયા, સંજય કામદાર, નરેશ સોલંકી, કૌશિક સિંધવ, નિર્લોક પરમાર, રાજુ યાજ્ઞિક, પ્રેમલ યાજ્ઞિક, હરનેશ સોલંકી, અંબાલાલ ખાનપરા, રમેશ પાચાણી, પ્રવીણ વાછાણી, મહેશ સાગઠીયા, ભરત અંજારિયા, બાબુભાઈ મેંદપરા, વીણાબેન વેકરીયા, મહેન્‍દ્ર પરમાર, નરેન્‍દ્ર આશર, જયંત પીઠડિયા, નિવળત પોલીસ અધિકારી શ્રી ગોહિલ પધારેલ અને સંસ્‍થાની પ્રવળતિને બિરદાવેલ.

પુસ્‍તક પરબના સ્‍થાપના દિવસ નિમિતે સાહિત્‍યકારો ઉપરાંત સમાજજીવનના સર્વક્ષેત્રીય મહાનુભાવો કિરીટ પાઠક, વજુભાઇ સોનવાણી અશ્વિનભાઇ પટેલ, હિંમતભાઈ લાબડીયા, યશવંત ગોસ્‍વામી, તેજસ ત્રિવેદી, કાંતિભાઈ ભુત, સુકેતુ વજેરીયા, રાજેશ ભાતેલીયા, જીતેશ પડીત, આર.ડી જાડેજા, એન. જી. પરમાર, જયેશ જાની, અરૂણ નિર્મળ, સાધનાબેન ભારદ્રાજ, નરેન્‍દ્ર વિઠલાણી, નટુભાઈ ચૌહાણ, શરદભાઈ દવે, રાકેશ ડેલીવાળા, હરેન્‍દ્રસિંહ ડોડીયા, અનિલ કુતાર, ભરત ત્રિવેદી સહિતના સ્‍વજનોએ ઉપસ્‍થિત રહીને શુભેચ્‍છાઓ પાઠવેલ.

સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્‍ય સેતુ પરિવારના અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પંકજ રૂપારેલિયા, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ શાહ, ગીતાબેન વોરા, મહેશ પરમાર, જીતુભાઈ ગાંધી, અનિલ ધોળકીયા, શરદભાઈ દવે, દક્ષિણ જોશી, કિશોર ટાકોદરા, નયન ગંધા, રમણીકભાઈ ભાલોડીયા કાર્યરત રહેલ.

(2:36 PM IST)