તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 11th May 2026
સહેલી લેડીઝ કલબ દ્વારા આનંદનગરમાં સોમવારથી ભાગવત સપ્તાહનું આયોજન

રાજકોટ તા. ૧૧ : સહેલી લેડીઝ કલબ દ્વારા ‘વૃંદાવન ધામ' આનંદનગર મેઇનરોડ ખાતે આગામી તા. ૨૫ થી ૩૧ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.
કથાના વ્યાસાસને ભાગવતાચાર્ય શાષાી ડો. અનિલભાઇ ઓ. મહેતા બીરાજી દરરોજ બપોરે ૩.૩૦ થી ૭.૩૦ દરમિયાન કથામૃતનું ભાવવાહી શૈલીમાં રસપાન કરાવશે.
પુ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇનરોડ કોર્નર, જલજીત હોલની સામે, ભક્તિનગર સર્કલની નજીક યોજાયેલ આ ભાગવત કથાનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.
સમગ્ર આયોજન માટે સહેલી લેડીઝ કલબના પ્રમુખ જીતાબેન દતાણી (મો.૯૯૨૪૭ ૫૩૭૨૨), બ્રાહ્મણ અગ્રણી જયશ્રીબેન જોષી (મો.૯૮૨૫૭ ૬૫૨૨૪)ના નેતૃત્વ હેઠળ અલ્કાબેન સુચક, રૂપાલીબેન પોપટ, ભાવનાબેન મિરાણી, કુંદનબેન રાવલ સહીતના બહેનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સહેલી લેડીઝ કલબના બહેનો નજરે પડે છે.
(2:39 PM IST)










